Homeધર્મજૂન મહિનામાં પાંચ ગ્રહો કઈ રાશિમાં કરશે ગોચર?

જૂન મહિનામાં પાંચ ગ્રહો કઈ રાશિમાં કરશે ગોચર?

શનિ એપ્રિલ, ૨૦૨૨થી કુંભ રાશિમાં, ગુરુ મીન રાશિમાં, રાહુ મેષ રાશિમાં અને કેતુ તુલા રાશિમાં ગોચર કરે છે. સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર દર મહિને રાશિ બદલે છે જ્યારે ચંદ્ર દર અઢી દિવસે રાશિ બદલે છે. જૂન 2022માં આ ગ્રહોના રાશિ પરિવર્તન વિષે અહીં માહિતી.

જૂન 2022માં કેવી રહેશે ગ્રહોની સ્થિતિ? કયો ગ્રહ ક્યારે બદલશે પોતાની રાશિ?  જાણો સવિસ્તાર

શનિ એપ્રિલ, ૨૦૨૨થી કુંભ રાશિમાં, ગુરુ મીન રાશિમાં, રાહુ મેષ રાશિમાં અને કેતુ તુલા રાશિમાં ગોચર કરે છે. સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર દર મહિને રાશિ બદલે છે જ્યારે ચંદ્ર દર અઢી દિવસે રાશિ બદલે છે. જૂન 2022માં આ ગ્રહોના રાશિ પરિવર્તન વિષે અહીં માહિતી.

સૂર્ય ગોચર:

સૂર્ય ગ્રહ રવિવાર, 15મી મે 2022થી વૃષભ રાશિમાં ગોચર કરે છે જે 15 જૂન 2022, બુધવારે રાત્રે 11:58 કલાકે મિથુન રાશિમાં ગોચર કરશે. અહીં 16મી જુલાઈ 2022 સુધી રહેશે પછી સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે.

મંગળ ગોચર:

મંગળ 17મી મે, 2022ના રોજ સવારે 9:52 વાગ્યે મીન રાશિમાં ગોચર કરે છે. પછીથી 27 જૂન, 2022ના રોજ સોમવારે સવારે 6:00 વાગ્યે મેષ રાશિમાં ગોચર કરશે.

બુધ ગોચર:

બુધ ગ્રહ 25 એપ્રિલ 2022થી વૃષભ રાશિમાં છે. 10મી મેના રોજ સાંજે 5:16 કલાકે તે વૃષભ રાશિમાં વક્રી થયો હતો. એ પછી 13મી મે, શુક્રવારે સવારે 12:56 વાગ્યે તેનું પરિભ્રમણ શરૂ થયું. 3જી જૂન, શુક્રવારે બપોરે 01:07 કલાકે તે માર્ગી થયો. ત્યારબાદ શુક્રવાર, 02 જુલાઇના રોજ સવારે 09:40 કલાકે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. બુધ 23 દિવસ પછી એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, પરંતુ આ વખતે બુધ લગભગ બે મહિના સુધી એક જ રાશિમાં રહેશે.

શુક્ર ગોચર:

શુક્ર 23મી મે, 2022 ના રોજ રાત્રે 8:39 વાગ્યાથી મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે. હવે તે 18મી જૂન 2022ના રોજ શનિવારે સવારે 8:06 કલાકે વૃષભ રાશિમાં ગોચર કરશે. આ પછી શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે.

શનિ ગોચર:

29 એપ્રિલથી શનિ ગ્રહ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે, જ્યાં તે 5મી જૂન, 2022ના રોજ શનિમાં વક્રી થયો. એ પછી 5મી જૂન, 2022, શનિવારે સવારે 4:14 વાગ્યે કુંભ રાશિમાં વક્રી થયો.

આ માહિતી પંચાંગ આધારિત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments