Homeઓફબીટચોમાસામાં બીમારીઓથી બચવા કઈ-કઈ બાબતોનું રાખશો ધ્યાન

ચોમાસામાં બીમારીઓથી બચવા કઈ-કઈ બાબતોનું રાખશો ધ્યાન

હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમજ શક સંવત પ્રમાણે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ વર્ષના ચાર મહિના ચોમાસાની ઋતુ હોય છે. કાળઝાળ ગરમી પછી આવતી ઋતુ એટલે ચોમાસુ.

હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમજ શક સંવત પ્રમાણે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ વર્ષના ચાર મહિના ચોમાસાની ઋતુ હોય છે. કાળઝાળ ગરમી પછી આવતી ઋતુ એટલે ચોમાસુ.

ચોમાસુ એટલે બાથરૂમ વગર અને કપડા સાથે પલળવાની મજા. સાથો સાથ ગરમાં ગરમ ચા/કૉફી અને ભજિયા/પકોડા હોય તો તો જલસો જ પડી જાય. વરસાદ આવે ત્યારે લોકોને રાહત તો થાય જ છે, પણ આ ઋતુમાં જો પલળવું હોય તો બિમારીઓ સામે લડવાની હિમ્મત પણ રાખવી જરૂરી છે. કેમ કે આ ઋતું ઘણી એવી બીમારીઓ લઈને આવે છે. જેમાં આપણે સાવચેતી ન રાખીએ તો ઈન્ફેક્શન અને બીમારીઓનો ભોગ બની શકો છો. તો આવી બીમારીઓથી બચવા માટે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ અમે તમને અમારા આ આર્ટીકલમાં જણાવીશું.

  1. ભીના કપડા

વરસાદની સિઝનમાં કપડા સાથે પલળવાનું સૌને ગમે છે. આ ભૂલ તમને જ નુકસાન કરે છે. જો વરસાદમાં કપડા પલળી ગયાં છે તો એ જ્યાં સુધી સંપૂર્ણ સુકાય ના ત્યાં સુધી તેને પહેરવાની ભૂલ ના કરશો. કારણ કે ભેજવાળા કપડા તમારી ચામડીને નુકસાન પહોંચાડી શકે છે. અને તેનાથી દાદર, ખંજવાળ જેવા ચેપી રોગ થઈ શકે છે.

  1. ઘરની આજુબાજુ પાણી ભેગું ન થવા દો

ચોમાસાની ઋતુ આવે એ પહેલાં ઘરની આજુબાજુના ખાબોચીયા દૂર કરો જેથી ત્યાં ગંદુ પાણી જમા ન થાય. કારણ કે એ ખાબોચીયાઓમાં જો પાણી જમાં થાય તો આ પાણીને કારણે ફંગલ ઈન્ફેક્શન થઈ શકે છે. અને નાના બાળકો જો આ પાણીમાં રમે તો તેમને ડેન્ગ્યું, ચિકનગુનિયા અને મેલેરિયા જેવી બીમારીઓ થઈ શકે છે. માટે ઘરની આજુબાજુ સફાઈ રાખો અને પાણી જમા ન થવા દો.

  1. જંક & સ્ટ્રીટ ફૂડ

જો આ સીઝનમાં તમે બહારના ખોરાકને વધારે મહત્ત્વ આપો છો, તો એ તમે મોટી ભૂલ કરી રહ્યા છો. કેમ કે બહારનો ખોરાક આ ઋતુમાં દૂષિત હોય છે. અને એ ખોરાક ખાવાથી ઝાડા, ઉલ્ટી થઈ શકે છે. એટલે આ ઋતુમાં બને ત્યાં સુધી ઘરનો ખોરાક લેવો જોઈએ.

  1. પાણી ઉકાળીને પીઓ

ગરમ પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે એવું તમે એક નહીં પણ અનેક જગ્યાએ સાંભળ્યું હશે. શરીરમાં પાણીની ઉણપ ન રહે તે માટે તમારે સતત પાણી પીતા રહેવું જોઈએ. પરંતું ચોમાસાની ઋતુમાં પાણીને ઉકાળીને પીવાનું રાખો, જેથી પાણીજન્ય રોગો ન ફેલાય. માટે ચોમાસામાં ચોખ્ખું અને ઉકાળેલું પાણી પીવાનું રાખો.

  1. માઈલ્ડ શેમ્પુ

ચોમાસાની ઋતુમાં હેરફોલ અને ખીલથી વાળ ખરવાની સમસ્યા વધારે રહે છે. તેનાથી બચવા માટે માઈલ્ડ શેમ્પુ અને સાબુનો ઉપયોગ કરો. આ શેમ્પુનો ઉપયોગ કરવાથી આ સમસ્યા નહીં થાય.

  1. વરસાદમાં પલળ્યા છો?

વરસાદમાં પલળવાનું મન સૌને થાય પણ પલળ્યા પછી સ્વચ્છ, ચોખ્ખા અને ગરમ પાણીથી નાહવાનું રાખો. ડૉક્ટરો પણ આજ સલાહ આપે છે.

  1. મીઠાનો ઓછી માત્રામાં ઉપયોગ

ચોમાસાની ઋતુમાં આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ્ય ખાણીપીણીનો ઉપયોગ કરવો જોઈએ. આ ઋતુમાં જે ખાણીપીણીમાં મીઠાની માત્રા વધારે હોય તેવી વસ્તુઓ ન ખાવી જોઈએ. જો આવું કરવામાં ન આવે તો બીમાર પડવાની શક્યતા વધી જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments