Homeઓફબીટશું તમારું વજન ઘટવાનું નામ નથી લેતું? તો અજમાવો આ અકસીર ઉપાય

શું તમારું વજન ઘટવાનું નામ નથી લેતું? તો અજમાવો આ અકસીર ઉપાય

રેગ્યુલર એક્સરસાઇઝ કરો છો તેમ છતાં તમારા વજનને કન્ટ્રોલમાં ન લઇ શકતા હોવ તો તેના માટે નીચેના ઉપાયો અજમાવો.

ઘરે મહેમાન આવે ત્યારે દાદા/દાદી એક જ વાક્ય બોલે વરીયાળીનું શરબત બનાવો. આજના સમયમાં જીવનશૈલીના કારણે ઉત્પન્ન બીમારીઓમાં સૌથી મોટી બીમારી છે મેદસ્વિતા. આ બીમારીના કારણે શરીરનું વજન વધે છે. જેનાથી શરીરનો દેખાવ બેડોળ લાગે છે. જ્યારે વધારે વજનમાં વધારો થાય છે ત્યારે ચાલવામાં પણ તકલીફ પડે છે. અને આજકાલ દરેક પોતાની હેલ્થને લઈને સાવધ થઈ ગયા છે. દરેકને સ્લિમ દેખાવવું ગમે છે. આ ઉપરાંત શરીર નાજુક હોય તો વધતી વય પણ છુપાય જાય છે. ‘ફિટ એંડ સ્માર્ટ’ એ આજકાલ દરેકનું સ્વપ્ન છે. તેથી દરેક આ માટે ઉપાયો કરતા રહે છે. પણ છતા કેટલાકને તેમાં ફાયદો થતો નથી. જો તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરો છો તેમ છતાં તમારા વજનને કન્ટ્રોલમાં ન લઇ શકતા હોવ તો તેના માટે નીચેના ઉપાયો અજમાવો.

વરીયાળી:

– વરિયાળીના પાણીનું સેવન પાચનમાં મદદગાર છે. તે અપચો અને ગેસ્ટ્રિક જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.

– વરિયાળી એક મસાલા જ નહીં પરંતુ તે ઔષધીય ગુણથી પણ સમૃદ્ધ છે.

– જો તમે તમારા ભારે વજનથી પરેશાન છો અને મેદસ્વીપણાને ઓછું કરવા માંગતા હો તો વરિયાળીના પાણીનું સેવન કરો.

– ભોજન પછી વરિયાળીનું સેવન કરવું એ ભારતીય ઘરોમાં સામાન્ય પ્રથા છે. વરિયાળીનો ઉપયોગ ખોરાક ખાધા પછી મોં સાફ કરવા માટે થાય છે.

– તેમાં કોપર, પોટેશિયમ, કેલ્શિયમ, જસત, મેંગેનીઝ, વિટામિન-સી, આયર્ન, સેલેનિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો સારા પ્રમાણમાં જોવા મળે છે. જે તમારા મોઢાને સાફ રાખવા કરતાં તમારા સ્વાસ્થ્ય માટે વધુ સારા છે.

– આ સિવાય વરિયાળીમાં ફાઈબર, ફોસ્ફરસ, ફોલેટ, પેન્ટોથેનિક એસિડ, આયર્ન અને નિયાસિન પણ હોય છે. તેથી જો તમે વરીયાળીનું નિયમિત ખાલી પેટે સેવન કરશો તો પણ તમારા વજનમાં ખુબ જ ફાયદો થશે.

– દરરોજ ફક્ત વરીયાળી ચાવવાથી પણ વજન ઘટી જાય છે.

– જો તમે નરણા કોઠે એક ગ્લાસ હુંફાળું વરીયાળી વાળું પાણી પીવો તો પણ તમારા વજનમાં ઘટાડો થશે.

– વરિયાળીનાં પાણીમાં ખૂબ ઓછી કેલરી હોય છે. તેમાં મળેલા એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મો, શરીરના ચયાપચયની પ્રક્રિયાને વેગ આપીને, ઝડપથી શરીરમાં સંગ્રહિત ચરબી ઘટાડે છે.

– વરીયાળીનો આયુર્વેદ શાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરેલો જોવા મળે છે.

– આ રીતે, તમે વજન ઘટાડવા માટે વરિયાળીનાં પાણીનો ઉપયોગ કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments