Homeઓફબીટશું તમે ચહેરા પરના ખીલ, લાલ કે કાળા ડાઘાથી પરેશાન છો? તો...

શું તમે ચહેરા પરના ખીલ, લાલ કે કાળા ડાઘાથી પરેશાન છો? તો અપનાવો આ નુસખા

આજકાલ બધા ઇચ્છે છે કે તેમનો ચહેરો સુંદર, નિષ્કલંક અને ખીલ મુક્ત હોય પછી તે છોકરો હોય કે છોકરી. પરંતુ એક એવી અવસ્થા આવે છે જ્યારે ખીલ, ડાઘ ચહેરા પર ન આવતા હોય તો પણ આવે છે. જેના માટે ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે પ્રદૂષણ, ખોરાકની આદતો અને શરીરના હોર્મોન્સમાં ફેરફાર વગેરે. જેમાં ખીલ થવાનું સૌથી મોટું કારણ શરીરના હોર્મોન્સમાં ફેરફાર છે.

આજકાલ બધા ઇચ્છે છે કે તેમનો ચહેરો સુંદર, નિષ્કલંક અને ખીલ મુક્ત હોય પછી તે છોકરો હોય કે છોકરી. પરંતુ એક એવી અવસ્થા આવે છે જ્યારે ખીલ, ડાઘ ચહેરા પર ન આવતા હોય તો પણ આવે છે. જેના માટે ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે પ્રદૂષણ, ખોરાકની આદતો અને શરીરના હોર્મોન્સમાં ફેરફાર વગેરે. જેમાં ખીલ થવાનું સૌથી મોટું કારણ શરીરના હોર્મોન્સમાં ફેરફાર છે.

ડાઘ-ધબ્બાની બાબતોમાં સૌથી વધારે લાગણીશીલ છોકરીઓ/મહિલાઓ હોય છે. કારણ કે જ્યારે કોઈ પ્રસંગ હોય ત્યારે સૌથી વધારે સજીધજીને તૈયાર થતી હોય તો એ છોકરીઓ/મહિલાઓ છે. એવા ટાઈમે જો ચહેરા પર ખીલ, લાલ કે કાળા ડાઘ હોય તો ઘણીવાર તેઓ શરમ અનુભવે છે. અછબડા જેવી બિમારી થાય તો એના ડાઘ અમુક સમયમાં નીકળી જાય છે, પરંતું કેટલાંક લોકોના શરીર પર બાળપણથી જ ડાઘ રહી જાય છે. અને એ ડાઘને દૂર કરવા માટે લોકો જાત-ભાતની મોંઘી ક્રીમોનો ઉપયોગ કરે છે, છતાય એ ડાઘ-ધબ્બા રહી જાય છે. અને આવી ક્રીમો લગાવવાથી સાઈડ ઈફેક્ટ પણ થાય છે. તો આવો જાણીએ અમુક એવા આયુર્વેદ નુસખા વિશે કે જે તમારા ચહેરા પરના ડાઘ-ધબ્બા કોઈપણ સાઈડ ઈફેક્ટ વગર દૂર કરશે.

  1. ટોમેટો પલ્પ

ટોમેટો પલ્પ ચહેરા પર લગાવવાથી તમારી સ્કિન ગ્લો કરવા લાગશે. ટોમેટો પલ્પમાં ખૂબ મોટા પ્રમાણમાં વિટામિન્સ હોય છે. પલ્પ તમારા ચહેરાના ખીલ, ડાઘ-ધબ્બા કોઈ પણ સાઈડ ઈફેક્ટ વગર દૂર કરશે.

  1. એલોવેરા જેલ

5,000 વર્ષ જુની રામબાણ ઔષધી એટલે એલોવેરા. તેનું વાનસ્પતિક નામ ધૃતકુમારી, કુંવારપાઠુ છે. તેને સંજીવની છોડ પણ કહેવામાં આવે છે. તેની લગભગ 250 જેટલી પ્રજાતિઓ છે, જેમાંથી કેટલીક જ ઔષધીય ગુણોથી પરિપૂર્ણ હોય છે. સામાન્ય રીતે એલોવેરા એ આપણા ઘર આંગણે જ મળી રહે છે. પણ તેની ઉપર ખાસ કોઈ ધ્યાન આપતું નથી. પરંતું તેના મહત્વ વિશે જાણીએ તો ખૂબ જ નવાઈ લાગશે. એલોવેરામાં એન્ટી-ઇન્ફ્લામેટરી રહેલું છે. જે ખરાબ સ્કિન દૂર કરવામાં પણ મદદ કરે છે. જો ચહેરા પરના ખીલ, લાલ કે કાળા ડાઘા માટે એલોવેરાનો ઉપયોગ કરવો હોય તો સૌ પ્રથમ એલોવેરાના બહારના ભાગને છીણીને જેલ કાઢી લો. ત્યારબાદ જ્યાં જ્યાં ખીલ કે ડાઘ હોય ત્યાં આંગળીઓથી હળવી મસાજ કરો. અડધો કલાક પછી મોં ધોઇ લો. આવું રોજ કરવાથી તમારો ચહેરો ખીલ મુક્ત થઈ જશે.

નોંધઃ- એલોવેરા જેલને ક્યારેય ખુલ્લા ઘા પર ના લગાવો.

  1. આંબળાનો લેપ

આંબળાને આયુર્વેદમાં ઘણા જ ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે, તમે પણ આંબળાના ઘણા બધા ગુણો વિષે સાંભળ્યું હશે. આયુર્વેદ અનુસાર તો આંબળા એક જ એવું ફળ છે, જેમાં સૌથી વધુ રોગો સામે લડવાના અચૂક ગુણ રહેલા હોય છે. આંબળા વિટામીન-સી ના ગુણોથી ભરપુર હોય છે. તે ઉપરાંત તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન પણ વધુ પ્રમાણમાં મળી આવે છે. આંબળામાં રહેલું વિટામિન-સી ડાઘથી છૂટકારો અપાવે છે. આંબળાનો પાઉડર કે પછી લેપને પાણી સાથે મેળવીને ડાઘવાળા એરિયા પર લગાવો. આવું કરવાથી તમારા ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર થવા લાગશે. અને જો તમે ઇચ્છો તો લેપ બનાવવામાં પાણીને બદલે ઓલિવ ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો

  1. લીંબુની કમાલ

લીંબુ એ દુનિયાના લગભગ દરેક ભાગમાં મળી આવતું એક અતિ સામાન્ય ફળ છે. તે સાઇટ્રિક ઍસિડથી ભરેલું હોવાથી સ્વાદમાં ખાટું હોય છે. લીંબુમાં અલ્ફા-હાઇડ્રોક્સી એસિડ હોય છે, જે ખીલ, ડાઘ-ધબ્બાને દૂર કરે છે. આ સિવાય તે ડેડ સ્કિન સેલ્સને હટાવીને નવા સેલ્સ બનાવવામાં મદદ કરે છે. હવે એને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એના વિશે જાણીએ.

સૌથી પહેલા સમાન માત્રામાં લીંબુંનો રસ લો ત્યારબાદ ગુલાબજળ અથવા વિટામિન-ઈ નું ઓઇલ લીંબુના રસમાં મેળવીને ખીલ અથવા ડાઘવાળા એરિયા પર લગાવો. ત્યારબાદ 10 મિનિટ પછી ગરમ પાણીથી મોં ધોઇ લો. આવું કરવાથી તમારો ચહેરો ગ્લો કરવા લાગશે. અને ડાઘ-ધબ્બા દૂર થશે. (માત્ર વિટામિન-ઈ કેપ્સૂલના ઓઇલની મસાજ કરવાથી ચહેરા પરના ડાઘ દૂર કરી શકાય છે.)

નોંધઃ- મોં ધોયા પછી થોડાં કલાકો બાદ જ તડકામાં નીકળો.

  1. મસૂરની દાળનો ફેસપેક

આ પેક વિશે તો તમે સાંભળ્યું જ હશે. એક બાઉલ દુધમાં રાતભર મસૂરની દાળ પલાળી રાખો. બીજે દિવસે સવારે તેને મિક્સરમાં ક્રશ કરી લો. ત્યારબાદ તેને ચહેરા પર લગાવો અને જ્યારે સુકાઈ જાય ત્યારે ચોખ્ખા પાણી વડે ધોઈ નાખો. આમ તમારો ચહેરો કોમળ અને ચમકદાર બનસે. ડાઘ-ધબ્બા પણ દૂર થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments