ગુજરાતી ફિલ્મજગતમાં મહિલા નિર્દેશક આમ તો આંગળીના વેઢે પણ માંડ માંડ ગણાય એટલાં જ. તેમાં પણ શીતલ શાહ મોખરાનું નામ છે. શેરબજારના વિષય આધારિત ‘હુતુતુતુ’, ‘દુનિયાદારી’ બાદ હવે તેઓ એમની આગામી ફિલ્મ ’સાતમ આઠમ’ને લઈને આવી રહ્યાં છે.
કોરોનાના કારણે રિલીઝ થતાં અટકી પડેલી આ ફિલ્મ આગામી પહેલી જુલાઈએ રિલીઝ કરવાનું શીતલે જાહેર કર્યું. પરીક્ષિત તામલિયા અને ડેનિશા ઘુમરા અભિનિત આ ફિલ્મ સાથે જોડાયેલી રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં લેખકની ખુરશી બોલિવૂડના જાણીતા લેખક-દિગ્દર્શક નીરજ પાંડેએ સંભાળી છે. હવે જોઈએ કે શ્રાવણના સરવડે ન આવેલી આ સાતમ આઠમ બોક્સ ઑફિસ પર શું ખેલ માંડે છે?