Homeઓફબીટબેડ બ્રીધ સામે લડે છે આ 12 ઉપાય

બેડ બ્રીધ સામે લડે છે આ 12 ઉપાય

બેડ બ્રીધ ખરાબ ઓરલ હાઇજીન અથવા જઠરની સમસ્યાને કારણે થઈ શકે છે. આવું ત્યારે થઈ શકે છે કે જ્યારે સારું ઓરલ હાઇજીન નથી જાળવી શકાતું. નિયમિત રીતે બ્રશ ન કરવાથી, દાંતને સાફ ન રાખવાથી અથવા દાંત તથા મોંના રોગની ઓળખ ન થવાથી મોંમાં બેક્ટેરિયા જમા થઈ જાય છે, જેથી બેડ બ્રીધની સમસ્યા થઈ શકે છે.

આપણે ક્યાંય પણ હોઈએ અને મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો મૂંઝવણ અનુભવીએ છીએ. બેડ બ્રીધ એસિડ બ્રેથના નામે પણ ઓળખાય છે. વ્યક્તિના શ્વાસમાંથી દુર્ગંધ આવે છે, જેથી વ્યક્તિ ખૂબ જ સંકોચ અનુભવે છે. આજે આપણે બેડ બ્રીધ ટાળવાના 12 નુસખા જોઈએ.

બેડ બ્રીધ ખરાબ ઓરલ હાઇજીન અથવા જઠરની સમસ્યાને કારણે થઈ શકે છે. આવું ત્યારે થઈ શકે છે કે જ્યારે સારું ઓરલ હાઇજીન નથી જાળવી શકાતું. નિયમિત રીતે બ્રશ ન કરવાથી, દાંતને સાફ ન રાખવાથી અથવા દાંત તથા મોંના રોગની ઓળખ ન થવાથી મોંમાં બેક્ટેરિયા જમા થઈ જાય છે, જેથી બેડ બ્રીધની સમસ્યા થઈ શકે છે.

હાઇપોથાઇરોડિઝમ, ડાયાબિટીસ, મોઢામાં ચેપ, ચોક્કસ પાચક વિકારો, સાઇન સાઇટિસ વગેરે જેવા રોગના કારણે મોઢામાંથી દુર્ગંધ આવી શકે છે. પાયોરિયાથી પીડાતા દર્દીઓના મોઢામાંથી પણ દુર્ગંધ આવે છે. કેટલાક રોગના કારણે બેડ બ્રીધ થાય છે, તેવી જ રીતે બેડ બ્રીધ પણ અનેક રોગોનું કારણ બની શકે છે. ઝિંક રિચ ફૂડ બેડ બ્રીધથી છુટકારો મેળવવા મદદ કરે છે.

1. પાણી

દુર્ગંધ ધરાવતા શ્વાસથી મુક્તિ મેળવવાનો સૌથી સરળ અને અસરકારક રસ્તો છે પાણીનું સેવન. ડિહાઇડ્રેશન ખરાબ શ્વાસ માટેનું સામાન્ય કારણ છે. હાઇડ્રેટેડ રહેવાથી શ્વાસની દુર્ગંધ દૂર થશે. દૂધ – દહીંને કારણે પણ શ્વાસમાં દુર્ગંધ આવે છે. કંઈપણ ખાધા પછી સારી રીતે કોગળા કરવાથી પણ આ દુર્ગંધ દૂર થઈ શકે છે.

2. વરિયાળી

વરિયાળીમાં ભરપૂર એન્ટિસેપ્ટિક ગુણ હોય છે. વરિયાળી મોઢામાં જે બેક્ટેરિયા બને છે તેનો નાશ કરે છે અને તમને ફ્રેશ બ્રીધ આપવામાં મદદ કરે છે.

3. તજ

તજ મોઢામાં બનતા સલ્ફરસ કમ્પાઉંડનો નાશ કરે છે અને મોઢામાં ફ્રેશનેસ આપે છે.

4. ફુદીનાનાં પાન

સામાન્ય રીતે ફુદીનો એટલે કે મિન્ટ ફ્લેવરની ચોકલેટ, ગોળી કે ચ્યૂઇંગ ગમ બજારમાં મળે છે, પરંતુ આ પ્રકારની ગોળીઓ કે ચ્યૂઇંગ ગમ ખાવા-ચાવવા કરતાં ફુદીનાનાં પાંદડાને ચાવવાં વધુ સારાં અને હેલ્ધી સાબિત થાય છે. ફુદીનાનાં પાંદડાં ચાવવાથી તમારા મોઢામાં તાજગી આવી જશે અને તેના કારણે બેડ બ્રીધ પણ જતી રહેશે. ફુદીનાનાં પાનને સૂકવીને તેનો ચૂરો ડબ્બીમાં ભરીને રાખવો. આ ચૂરો ચાવવાથી પણ બેડ બ્રીધ જતી રહે છે.

5. પાલકની ભાજી

પાલકની ભાજીના સૂપ કે તેનાં પાંદડાંને ચાવવાથી ડિહાઇડ્રેશનથી છુટકારો મેળવી શકાય છે. પાલકની ભાજીનું સેવન શરીરના પીએચ સંતુલનને પુનઃસ્થાપિત કરી શકે છે. પાલક પોલિફેનોલ્સથી સમૃદ્ધ છે. આ ભાજી ખરાબ શ્વાસનું કારણ બનતા સલ્ફરનો નાશ કરે છે. જો કે ભાજીના સેવન પછી મોં સરખી રીતે સાફ રાખવું જરૂરી છે.

6. બ્રોકલી

વિટામિન-સીથી ભરપૂર બ્રોકલી મોઢાની અંદરના બેક્ટેરિયા સામે ટક્કર આપે છે. જેથી બ્રોકલીથી સારી અને પ્લેઝન્ટ બ્રીધ મળી શકે છે.

7. કેપ્સિકમ

કેપ્સિકમ ચાવવાથી તમારા મોઢામાં રહેલા ઑડોરનો નાશ થાય છે. આ ઉપરાંત મોંમાં બનતા બેક્ટેરિયાની સામે કેપ્સિકમ લડે છે. કેપ્સિકમમાં રહેલું વિટામિન-સી બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે.

8. આદુ

આદુ માત્ર અનિયમિત જઠરની સારવાર માટે જ નહીં, પરંતુ બેડ બ્રીધનું પણ નિવારક ગણાય છે. આદુના કટકા કે આદુનું છીણ મોઢામાં રાખવાથી કે ચાવવાથી પણ બેડ બ્રીધથી છુટકારો મેળવી શકાય છે.

9. સફરજન

સફરજન પોલિફિનોલ્સથી સમૃદ્ધ છે, જે દાંત અને મોંને કુદરતી રીતે સાફ કરી શકે છે. દુર્ગંધને લીધે બનતા બેક્ટેરિયાને ટાળી શકે છે.

10. નારંગી

વિટામિન-સી ધરાવતી નારંગીમાં કુદરતી રીતે શ્વાસને શુદ્ધ કરવાની ક્ષમતા છે. વિટામિન-સી તમારા મોંને હાઇડ્રેટેડ રાખવાની સાથે ખરાબ શ્વાસમાં રહેલા બેક્ટેરિયાનો નાશ પણ કરે છે.

11. ગ્રીન ટી

તમારા મોઢાની અંદર બનતા બેક્ટેરિયા સામે ગ્રીન ટી લડત આપે છે. ગ્રીન ટી તમારા મોઢાને ચીકણું રાખવાની સાથે રિફ્રેશ પણ કરી નાખે છે, જેના કારણે તે બેડ બ્રીધને પણ કાઢી નાખે છે.

12. કોથમીર

દુર્ગંધજનક શ્વાસમાંથી મુક્તિ માટે કોથમીરનો પણ ઉપયોગ થઈ શકે. તે મોઢામાં – પેઢામાં સલ્ફર બનતાં અટકાવે છે. જે દુર્ગંધયુક્ત શ્વાસ સામે લડવામાં અસરકારક છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments