Homeઓફબીટઆયુર્વેદિક નુસખાથી વાળને ખરતા અટકાવો

આયુર્વેદિક નુસખાથી વાળને ખરતા અટકાવો

વાળ ખરવાની સમસ્યાનાં મૂળ કારણોને આયુર્વેદ પ્રેક્ટિશનર્સ મુજબ ઓળખી તેને દૂર કરી શકાય છે. તે વધુ પ્રભાવી અને નેચરલ છે, જેથી વાળની સમસ્યાને આયુર્વેદમાં સહઉત્પાદ માનવામાં આવે છે. આયુર્વેદિક દવાથી માથાના વાળની યોગ્ય માલિશ કરવામાં આવે તો માથાના મસલ્સ અને વાળ સાથે જોડાયેલા ટિશ્યૂ મજબૂત બનતાં વાળ સારા રહે છે.

આજના સ્ટ્રેસથી ભરેલા જીવનમાં વાળ ખરવા સામાન્ય બાબત છે. પહેલા પુરુષોને જ સતાવતી વાળ ખરવાની સમસ્યા હવે મહિલાઓમાં પણ જોવા મળી રહી છે. થાઇરોઇડ, એનિમિયા, પ્રોટીન અને વિટામિન્સ જેવાં પોષક તત્ત્વોની ઊણપ વાળ ખરવાનાં કારણો છે. આ સમસ્યાના સમાધાન માટે મોટાભાગના લોકો આયુર્વેદ તરફ વળી રહ્યા છે.

આયુર્વેદ સૌથી સારું અને પ્રભાવી શા માટે છે?

વાળ ખરવાની સમસ્યાનાં મૂળ કારણોને આયુર્વેદ પ્રેક્ટિશનર્સ મુજબ ઓળખી તેને દૂર કરી શકાય છે. તે વધુ પ્રભાવી અને નેચરલ છે, જેથી વાળની સમસ્યાને આયુર્વેદમાં સહઉત્પાદ માનવામાં આવે છે. આયુર્વેદિક દવાથી માથાના વાળની યોગ્ય માલિશ કરવામાં આવે તો માથાના મસલ્સ અને વાળ સાથે જોડાયેલા ટિશ્યૂ મજબૂત બનતાં વાળ સારા રહે છે.

5 આયુર્વેદિક નુસખાથી વાળને ખરતા અટકાવોઃ-

  1. મેથીના દાણા

2 ચમચી મેથીના દાણાને રાત્રે ઊંઘતી વખતે પાણીમાં પલાળીને મૂકી દો. સવારે તેને વાટીને માથા પર લગાવો. તેનાથી વાળ કાળા અને ભરાવદાર બનશે અને ખરતા વાળની સમસ્યાથી છુટકારો પણ મળશે.

  1. મહેંદીનાં પાન – સરસિયાનું તેલ

2 ચમચી સરસિયાના તેલમાં મહેંદીનાં 8થી 10 પાન નાખીને ઉકાળી લો. ઠંડું થતાં તેનાથી માથાને મસાજ કરો. આવું સપ્તાહમાં 2-3 વખત કરો. તેનાથી હેર ફોલની તકલીફ દૂર થશે.

  1. આમળાં – નાળિયેરનું તેલ

આમળાંના 2 ટુકડા 4 ચમચી નાળિયેર તેલમાં નાખીને ગરમ કરો. ઠંડું થયા બાદ માથાની સરખી રીતે માલિશ કરો. 20 મિનિટ પછી માથું ધોઈ લો. આવું નિયમિત કરવાથી વાળ ખરવાની સમસ્યામાં ફાયદો થશે.

  1. દહીં – ચણાનો લોટ

2 ચમચી દહીં અને 2 ચમચી ચણાના લોટનું મિશ્રણ કરો. આ મિશ્રણને માથા પર લગાવો. 30 મિનિટ પછી માથું ધોઈ લો. આવું દિવસમાં 2-3 વખત કરવાથી ખરતા વાળની સમસ્યામાં આરામ મળશે.

  1. મધ – ઓલિવ ઓઇલ

2 ચમચી મધ અને 2 ચમચી ઓલિવ ઓઇલમાં 1 ચમચી તજ પાઉડરનું મિશ્રણ કરો. બનેલા લેપને માથા પર લગાવો. ત્યાર બાદ 15 મિનિટ પછી માથું ધોઈ લો. સપ્તાહમાં 2-3 વખત આવું કરવાથી ખરતા વાળની સમસ્યા અટકાવી શકાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments