Homeઓફબીટઆયુર્વેદિક નુસખા અજમાવી ખોડાથી મેળવો છુટકારો

આયુર્વેદિક નુસખા અજમાવી ખોડાથી મેળવો છુટકારો

ઠંડીમાં આપણે વાળની ​​કાળજી રાખી શકતા નથી, જેથી વાળની ચમક અને વાળ ખરવા જેવી સમસ્યા ઊભી થાય છે. આ બંને સમસ્યા આયુર્વેદિક નુસખાઓની મદદથી દૂર કરી શકાય છે.

વાળ ખરવા, વાળમાં ખોડો થવો એ હાલના સમયમાં વધતી જતી એક સામાન્ય સમસ્યા છે. પહેલાના સમયમાં લોકો વાળની દેખરેખ બહુ ઓછી રાખતા તો પણ આ સમસ્યા જોવા નહોતી મળતી પણ અત્યારે લોકો જાતભાતના શેમ્પૂનો ઉપયોગ કરે છે, જેનાથી વાળને અમુક શેમ્પૂ માફક ન આવતાં હોવાથી વાળની ​​સમસ્યા વધી છે. સ્નાન કર્યા બાદ વાળને યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો પણ ખોડો થવાની સમસ્યા વધે છે. આ સમસ્યા ખાસ શિયાળામાં વધારે જોવા મળે છે. ઠંડીમાં આપણે વાળની ​​કાળજી રાખી શકતા નથી, જેથી વાળની ચમક અને વાળ ખરવા જેવી સમસ્યા ઊભી થાય છે. આ બંને સમસ્યા આયુર્વેદિક નુસખાઓની મદદથી દૂર કરી શકાય છે.

  1. આમળાંનું સેવન

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આમળાં એ રામબાણ ઇલાજ છે. સવારે ઊઠીને રોજ એક આમળું ખાવાથી વાળને ખરતા અટકાવી શકાય છે. આમળાંને સૂકવી તેનો પાવડરના રૂપમાં ઉપયોગ કરી શકો છો અથવા તો સવારે આમળાંનો રસ પીવાથી પણ ફાયદો થાય છે.

stylecraze.com
  1. તલનું સેવન

તલ એ પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે, જે તમારા વાળને દરેક રીતે ફાયદો કરે છે. વાળમાં વધારે પડતા ખોડાનું હોવું એનો એક માત્ર ઇલાજ એટલે તલનું તેલ. તલના તેલને નિયમિત રીતે લગાવવાથી અથવા ખાવામાં તેનો ઉપયોગ કરવાથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

  1. તેલ લગાવવું જરૂરી

અઠવાડિયામાં એક કે બે વાર વાળમાં તેલ લગાવવું જરૂરી છે. શિયાળામાં નહાવા જાઓ તેના એક-બે કલાક પહેલાં માથામાં ગરમ તેલની માલિશ કરવી, જેનાથી વાળ મજબૂત અને ખરતા અટકશે અને ખોડાની સમસ્યા દૂર થશે.

  1. ગોળનું સેવન

ગોળ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં આયર્ન, ઝિંક વગેરે ભરપૂર માત્રામાં હોય છે, જે વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.

  1. ઘી

શિયાળામાં ઘી ત્વચા અને વાળને કુદરતી રીતે સ્વસ્થ રાખે છે. વાળ ખરતા હોય કે ખોડો થાય તો વાળમાં ઘીથી માલિશ કરો અને 1 કલાક પછી વાળ ધોઈ નાખો. આવું કરવાથી વાળ ખરવાની અને વાળમાં ખોડાની સમસ્યા દૂર થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments