હાલના ઝડપી યુગમાં વ્યક્તિ ઘણી બીમારીથી પીડાય છે, જેમાં અનિદ્રા મુખ્ય છે. વ્યક્તિદીઠ અનિદ્રાનાં જુદાંજુદાં કારણો હોઈ શકે. કોઈ વ્યક્તિને એસિડિટીના કારણે સખત માથું દુખે છે અને કોઈ રીતે ઊંઘ આવતી નથી. આવા તબક્કામાં વ્યક્તિએ શક્ય હોય ત્યાં સુધી ઊંઘની દવા ન લેવી જોઈએ. ઊંઘની દવા લેવાથી અનિદ્રાનું કારણ દૂર થતું નથી, પણ દવાનું વ્યસન વધતું જાય છે. પરિણામે દવાના કારણે શરીરમાં નબળાઈ રહે છે. જો કે અનિદ્રાનું સમાધાન અન્ય કેટલીક ઘરગથ્થું ઉપાય થઈ શકે છે.
ઉપાયોઃ-
- એક કપ ભેંસના દૂધમાં એક કપ પાણી ઉમેરી પાંચથી દસ ગ્રામ અશ્વગંધા ચૂર્ણ અને જરૂરી સાકર/ખાંડ નાખી ધીમા તાપે ઉકળવા દેવું. ઉકળી જાય એટલે ઉતારીને ઠંડું થચાં સૂતા પહેલાં એકાદ કલાક અગાઉ પી જવું. હાઈ બી.પી. ન રહેતું હોય તેવા લોકો અશ્વગંધા સાથે પીપરીમૂળના ગંઠોડાનું ચૂર્ણ પણ ઉમેરી શકે છે. ગોળમાં ગંઠોડાનું ચૂર્ણ તથા થોડું ઘી નાખી ગોળી વાળીને રોજ રાત્રે ખાવાથી સરસ મજાની ઊંઘ આવે છે.
2. જેમનું પાચન નબળું હોય અને ગેસ થતો હોય તેમણે રોજ રાત્રે જમ્યા બાદ ચાર ચમચી દ્રાક્ષાસવમાં ચાર ચમચી અશ્વગંધા અને આઠ ચમચી પાણી ઉમેરી હલાવીને પી જવું. આ ઔષધથી ગેસની સમસ્યા દૂર થશે અને સરસ ઊંઘ આવશે.
- રોજ રાત્રે સૂતા પહેલાં અશ્વગંધાના તેલની માલિશ કરી હુંફાળા પાણીથી સ્નાન કરવામાં આવે તો પણ અનિદ્રાની તકલીફ દૂર થાય છે.
- રાત્રે સૂતા પહેલાં પીપરીમૂળના ગંઠોડાની રાબ બનાવીને પીવાથી પણ લાભ થાય છે. લસણ તથા તલનું તેલ નાખેલી અડદની દાળ રાત્રે જમતી વખતે અવારનવાર લેવામાં આવે તો અનિદ્રાની તકલીફમાં રાહત થાય છે.
5. ઉનાળામાં અને શરદ ઋતુમાં સ્નાન કરવાથી અને રાત્રે અગાસીમાં કે કંપાઉન્ડમાં ઠંડો પવન આવતો હોય એ રીતે સૂવાથી ઊંઘ સારી આવે છે. આ ઉપરાંત બી.પી. ના કારણે ઊંઘ ન આવતી હોય તો બ્રાહ્મી, શંખપુષ્પી, અશ્વગંધા, જટામાસી, અજમો અને સર્પગંધાનું મિશ્રણ કરી રોજ રાત્રે એક ચમચી દૂધ અથવા પાણી સાથે પીવું જોઈએ. આવું કરવાથી અનિદ્રાની તકલીફ દૂર થશે.
- જો વધુ ગરમીના કારણે ઊંઘ ન આવતી હોય તો પગના તળિયે ઘી ઘસવું. ખાંડવાળું એક ગ્લાસ ગાયનું કે ભેંસનું દૂધ પી જવું. આવું કરવાથી ઊંઘ આવવામાં સરળતા રહેશે.
- રોજિંદા ખોરાકમાં ઘી, દૂધ, માખણ, દહીં, ગોળ, કેળાં, અડદની દાળ, ડુંગળી વગેરેનો પોતાની અનુકૂળતા પ્રમાણે ઉપયોગ કરવો. આવું કરવાથી ઊંઘ સારી આવશે.
- અનિદ્રાનો એક ઉત્તમ અને અસરકારક ઉપાય છે સવાસન. આ સિવાય પ્રાર્થના, ધ્યાન, મનગમતું સંગીત, શાંત અને ખુલ્લું પવિત્ર વાતાવરણ ઊંઘ લાવવામાં મદદ કરે છે.
- એરંડાના તેલની જ્યોત દ્વારા બનાવેલું કાજળ આંખમાં આંજવાથી અનિદ્રા દૂર થાય છે.