હિન્દુ ધર્મમાં તુલસી પવિત્રતા માટે જાણીતી છે. તુલસીના છોડની પૂજા પણ કરવામાં આવે છે. તુલસીને સુખ અને કલ્યાણકારી તરીકે જોવામાં આવે છે, પરંતુ પૌરાણિક મહત્ત્વથી તુલસી એક જાણીતી ઔષધિ પણ છે, જેનો ઉપયોગ કેટલીક બીમારીઓમાં કરવામાં આવે છે. શરદી-ખાંસી જેવી બીમારીમાં પણ તુલસી એક અસરકારક ઔષધિ છે. આયુર્વેદમાં તુલસીના છોડના દરેક ભાગને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.
ફાયદાઓ:-
1. તુલસીનાં પાનનું દરરોજ સેવન કરવાથી તણાવને દૂર કરી શકાય છે. આવામાં તુલસી ખૂબ જ અસરકારક સાબિત થાય છે. મહિલાઓના અનિયમિત માસિકમાં તુલસીના બીજનો ઉપયોગ વધુ ફાયદાકારક છે.
2. જો તમને શરદી, ઊધરસ કે સામાન્ય તાવ હોય તો ખાંડ/ગોળ, કાળા મરી અને તુલસીનાં પાનને પાણીમાં ઉકાળી તેનું સેવન કરવાથી અથવા તો તેની ગોળી બનાવીને ચાવવાથી ફાયદો થશે.
- શ્વાસની દુર્ગંધને દૂર કરવા માટે પણ તુલસીનાં પાંદડાં ઘણા ફાયદાકારક હોય છે, અને નેચરલ હોવાના કારણે તેની કોઈ સાઇડ ઇફેક્ટસ પણ થતી નથી.
4. જો તમને શરીરના કોઈપણ ભાગે ઇજા થઈ હોય તો તુલસીનાં પાંદડાંને ફટકડી સાથે મિક્સ કરીને લગાવવાથી ઘા ઝડપથી રુઝાઈ જાય છે. તુલસીમાં એન્ટિ બેક્ટેરિયલ તત્ત્વ હોય છે, જે ઇન્ફેક્શન થતું રોકે છે. આ ઉપરાંત તુલસીનાં પાંદડાંને તેલમાં મિક્સ કરીને લગાવવાથી બળતરા પણ ઓછી થઈ જાય છે.
5. ત્વચાસંબંધિત રોગમાં તુલસી ખૂબ જ ફાયદાકારક છે. તુલસીના ઉપયોગથી ખીલ દૂર થાય છે, અને ચહેરા પર નિખાર આવે છે.
6. પાચન સંબંધી સમસ્યાઓ જેવી કે પેટમાં ગેસ બનવો વગેરે માટે એક ગ્લાસ પાણીમાં 10-15 તુલસીના પાંદડાઓ નાંખીને ઉકાળો, અને ઘટ્ટ પેસ્ટ બનાવી લો. એમાં ચપટીભર સિંધવ મીઠું નાખીને પીવાથી ગેસની સમસ્યા દુર થશે.