જો તમને વારંવાર અમુક બીમારીઓ થતી હોય અને તમે તેનો ઈલાજ આયુર્વેદિક દવાથી કરવા માગો છો, તો અમે તમને 12 એવા આયુર્વેદિક નુસખા વિશે જણાવીશું કે જેનાથી રોગનું નિવારણ લાવી શકાય. યાદ રાખો કે આયુર્વેદિક દવા એ કુદરતી હોવાથી તેને ઉત્તમ માનવામાં આવે છે અને તેનાથી કોઈપણ જાતની આડઅસર પણ થતી નથી.
- આજકાલ ગરમીના કારણે લોકોને માથાનો દુખાવો અને બેચેની જેવી સમસ્યા થાય છે. તો તમે ગુલકંદ, દાડમના શરબતનું સેવન કરવાથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવવી શકો છો. આ અકસીર ઉપાય તમે દરેક ઋતુમાં કરી શકો છો.
- વધારે પ્રમાણમાં તાવ કે મેલેરિયાની સ્થિતિમાં જ્વરાંકુશનો રસ, સત્વ ગિલોય, વિષમ જ્વરાંતક લોહ દવાઓનું સેવન અસરકારક છે, જેનાથી તમે તાવ અને મેલેરિયાથી છુટકારો મેળવી શકો છો.
3. શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ થઈ શકે છે જેમાંની એક ઇન્ફલ્યુએન્ઝા કે વાતજનિક તાવ પણ છે. જો તમે આ રોગથી છુટકારો મેળવવા માગો છો તો સંજીવની વટી, લક્ષ્મી લાસ રસ, ત્રિભુવન કીર્તિરસ, પીપળ 64 પ્રહરી અને અમૃતારિષ્ટનું સેવન કરવાથી વાતજનિક તાવને મૂળમાંથી મટાડી શકાય છે.
4. જો તમે ટીબી કે ક્ષય રોગથી પીડાઓ છો તો સ્વર્ણવસંત માલતી, લક્ષ્મીવિલાસ રસ, મૃગાંક રસ, રાજમૃગાંક રસ, વાસાવલેહ, દ્રાક્ષાસવ, ચ્યવનપ્રાશ, અવલેહ, મહાલક્ષ્મી વિલાસ રસનું સેવન તમારા શરીર માટે ફાયદાકારક છે.
5. જો તમને અસ્થમા હોય તો કફફેવર, ચ્યવનપ્રાશ અવલેહ, સીતોપલાદી ચૂર્ણ, શ્વાસકાસ, ચિંતામણિ કનકાસવ, શરબત વાસા, વાસારિસ્ટ, વાસાવલેહ, મયુર ચન્દ્રિકા ભસ્મ, અભ્રક ભસ્મ તેલ વગેરે દવાનું સેવન શરીર માટે લાભદાયક હોય છે અને અસ્થમા માટે અક્સીર ઉપાય કહી શકાય.
6. જો તમને કફની સાથે સાથે ખાંસી પણ છે તો તમે કફકેયર શરબત વાસા, વાસાવલેહ, વાસારિષ્ટ ખદીરાદી વટી, મરીચાદી વટી, લવંગાદિ વટી, ત્રિકુટ ચૂર્ણ, દાક્ષારિષ્ટ, ઈલાદી વટી, કાલીસાદી ચૂર્ણ, લફકેતુ રસ, અભ્રક ભસ્મ, શ્રુંગારભ્ર રસ, બબુલારિષ્ટ તમારા શરીર માટે લાભદાયક છે.
7. એક્ઝિમા (છાંજન) થવા પર તમારે ફક્ત ચર્મ રોગાંતક મલમ, ગુડુચ્યાદિ તેલ, રસ માણિક્ય, મહામરીચાદી તેલ, ગંધક રસાયન, ત્રિફલા ચૂર્ણ, પુભશ્પાંજન, રક્ત શોધ, ખદીરાદિષ્ટ, મહામંજિષ્ઠાદી રાબ વગેરેના રસનું સેવન કરવું. આવું કરવાથી ફાયદો થાય છે અને કોઈ આડઅસર પણ થતી નથી.
8. જો તમે ત્વચા રોગ કે રક્ત વિકારથી પીડાઓ છો, તો તમારે રક્ત શોધક, ખદીરાષ્ટિ, મહામંજિષ્ઠાદી રાબ, સારીવાદયાસવ, મહામરિચાદી તેલ, રોગન નીમ, ગંધક રસાયણ, કેસર ગુગળ, આરોગ્યવર્ધની તેલ, ચર્મરોગાંતક મલમ, પુષ્પાંજનનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. આ દવાઓથી તમે આ પીડામાંથી છુટકારો મેળવી શકો છો.
9. જો શરીરમાં કુષ્ઠરોગ કે સફેદ ડાઘ હોય તો સોગન બાવચી, ખદીરાદિષ્ટ, આરોગ્યવર્ધિની વટી, રસ માણિક્ય, ગંધક રસાયણ, ચાલમોગરા તેલ, મહામંજિષ્ઠાદિ ક્વાથ તમારા શરીર માટે ફાયદાકારક રહેશે.
10. જો વારંવાર તમને ફેફસાંમાં પાણી ભરાઈ જવાની તકલીફ ઊભી થાય છે, તો નારદીય લક્ષ્મીવિલાસ રસ, સ્વર્ણ વસંત માલતી, મૃગશ્રુંગ ભસ્મ રસના સેવનથી આ તકલીફને દૂર કરી શકાય છે.
11. ઉતાવળે જમવાનું જમીએ કે પછી જમતાં જમતાં બોલીએ ત્યારે હેડકી આવવાની સમસ્યા થાય છે. ત્યારે હિક્કા સુતશેખર સ્વર્ણયુક્ત, મયુરચંદ્રિકા ભસ્મ, એલાદી વટી, એલાદી ચૂર્ણનું સેવન કરવાથી હેડકી આવતી બંધ થઈ જશે.
12. જો તમે વાળ ખરવા કે સફેદ વાળની સમસ્યાથી પીડાઓ છો તો મહાભૃંગરાજ તેલ, હસ્તીદંતમસી, ચ્યવનપ્રાશ અવલેહ, ભૃંગરાજસવ ફાયદાકારક છે, જેની કોઈ આડઅસર પણ નથી.