Homeઓફબીટઆંગળી અને કોણીને સ્વચ્છ અને સુંદર કેવી રીતે રાખશો?

આંગળી અને કોણીને સ્વચ્છ અને સુંદર કેવી રીતે રાખશો?

સૂર્યતાપમાં વધુ સમય પસાર કરવાથી, મોટા મશીન પર વર્ક કરવાથી કે પછી હાથને વધુ વાર સુધી પાણીમાં રાખવાથી પણ હાથની ત્વચા ખરાબ થઈ શકે છે. અહીં જણાવેલા નુસખા અજમાવી આંગળીઓ અને કોણીને સ્વચ્છ બનાવી શકાય છે.

તમારી આંગળીઓ કાળી પડી ગઈ છે અને તેના પર મેલ તથા ગંદકી જામી ગઈ છે તો તેને અવગણશો નહીં. આંગળીઓને સાફ રાખવા માટેના કેટલાક ઘરગથ્થું ઉપાય અહીં આપ્યા છે. સૂર્યતાપમાં વધુ સમય પસાર કરવાથી, મોટા મશીન પર વર્ક કરવાથી કે પછી હાથને વધુ વાર સુધી પાણીમાં રાખવાથી પણ હાથની ત્વચા ખરાબ થઈ શકે છે. અહીં જણાવેલા નુસખા અજમાવી આંગળીઓ અને કોણીને સ્વચ્છ બનાવી શકાય છે.

1. લીંબુ અને ખાંડ

આંગળીઓની કાળાશ દૂર કરવા 12 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી ખાંડ લો. બંનેનું મિશ્રણ બનાવો. આ રસથી આંગળીઓ પર ૧૫ મિનિટ હળવે હાથે મસાજ કરો. મસાજ કર્યા પછી 15 મિનિટ સુધી આ સ્ક્રબને એમ જ રહેવા દો, જેથી મેલ નીકળી જશે.

2. મલાઈ અને હળદર

1 ચમચી મલાઈમાં અડધી ચમચી હળદર પાવડર મિક્સ કરો, તેમાં 2-3 ટીપાં બદામનું તેલ મેળવો. એ પછી તેને પોતાની આંગળીઓ પર લગાવો અને 20 મિનિટ બાદ હાથને રગડીને હાથ ધોઈ નાખો. આ સારવાર અઠવાડિયામાં 3 વખત કરો, આપને રિઝલ્ટ સારું જ મળશે.

3. તેલ વડે કરો આંગળીઓને 

આ તેલના મિશ્રણથી આપની આંગળીઓને ભેજ મળશે અને તેની શુષ્કતા દૂર થશે. 1/2 ચમચી જોજોબા ઑઇલ, 1/2 ચમચી બદામ તેલ, 1/2 ચમચી રોઝમેરી ઑઇલ અને 2-3 ટીપાં લીંબુના રસના મેળવો. પછી આ તેલ વડે પોતાની આંગળીઓની મસાજ કરો. તેનાથી હાથ મોઇશ્ચુરાઇઝ થશે અને નિખાર વધશે. એવું રાત્રે સૂતા પહેલાં કરો.

4. ખાંડ અને ઑલિવ ઑઇલ

3 ચમચી ઑલિવ ઑઇલમાં 2 નાની ચમચી ખાંડ મેળવો અને તેનાથી આંગળીઓને મસાજ કરો. 5 મિનિટ પછી સામાન્ય પાણીથી ધોઈ લો. તે પછી રાત્રે સૂતી વખતે આંગળીઓ પર તેલથી હળવો મસાજ કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments