શું તમને સફર દરમિયાન ઊલટી કે ઊબકાની સમસ્યા થાય છે? તો મુસાફરી દરમિયાન મોશન સિકનેસ અને ઊલટી-ઊબકાથી બચવાના ૯ ઘરગથ્થુ ઉપાય અમે તમને અહીં જણાવીએે છીએ.
1. લીંબુ – ફુદીના મિશ્રણ
પોણા કપ જેટલો લીંબુ અને ફુદીનાનો રસ લો. તેમાં થોડું સિંધાલૂણ નાખો, પછી ચાર કપ પાણીમાં આ મિશ્રણ ભેળવો. પ્રવાસમાં જતાં એક બોટલમાં ભરી દો. સફર દરમિયાન આ મિશ્રણ થોડું થોડું પીતા રહો.
2. લીંબુ સૂંઘો
મોશન સિકનેસની તકલીફ હોય તો સફર દરમિયાન પાકું – પીળું લીંબુ સાથે રાખો. જ્યારે તમને લાગે કે તબિયત બગડી રહી છે, ત્યારે લીંબુને છોલીને સૂંઘો. આમ કરવાથી તમને ઊલટી થશે નહીં.
૩. લવિંગ પીસીને રાખો
સફરમાં ઊલટી–ઊબકાથી બચવા લવિંગ અક્સીર ઉપાય છે. મોશન સિકનેસ ધરાવતા લોકોએ સફર દરમિયાન મોઢામાં લવિંગ રાખવું. આ ઉપરાંત થોડાં લવિંગને શેકીને પીસી લો. તેને એક ડબ્બીમાં ભરી લો. જ્યારે પણ મુસાફરી કરો અને ઊલટી થાય એવું લાગે તો ચપટી ખાંડ કે કાળા મીઠાની સાથે મોઢામાં રાખો.
4. ઈલાયચી
લવિંગની જેમ ઈલાયચી ખાવાથી પણ ઊલટી – ઊબકાથી બચી શકાય છે. આ ઉપરાંત સફરમાં નીકળતા પહેલાં ઈલાયચીવાળી ચા પીવાથી પણ મુસાફરીમાં રાહત મળે છે.
5. કાળા મરી – કાળું મીઠું
સફર દરમિયાન લીંબુને કાપીને, તેના પર કાળા મરી અને કાળું મીંઠુ ભભરાવીને ચાટતા રહો. આ રીતથી તમે ઊલટીથી બચી શકો છો.
6. જીરાનો ભૂકો
જીરાના પાવડરને પાણીમાં મિક્સ કરીને ઘરેથી નીકળતા પહેલાં પી લો. તેનાથી ઊલટી કે ઊબકાની સમસ્યા મુસાફરી દરમિયાન નહીં થાય.
7. આદુવાળી ચા
આદુવાળી ચામાં એન્ટિ એમેટિક તત્ત્વ હોય છે. જેનાથી ઊલટી કે ઊબકા આવવાના બંધ થઈ જાય છે. આદુથી પાચનક્રિયા સારી થાય છે અને ઊલટીની સમસ્યા બંધ થઈ જાય છે.
8. પેપર પાથરીને બેસો
જો તમે બસ કે અન્ય વાહનમાં મુસાફરી કરી રહ્યા હો અને તમને ઊલટી થશે એવું લાગે તો સીટ પર બેસતા પહેલાં એક પેપર પાથરી લો અને તેના પર બેસો. આમ કરવાથી ઊલટી થશે નહીં.
9. તુલસીનાં પાન
સફર દરમિયાન તુલસીનાં પાન ચાવતા રહેવાથી મોશન સિકનેસની સમસ્યા નહીં નડે. લવિંગ સાથે તુલસીનાં પત્તાંનું બીડું ખાવાથી પણ આ સમસ્યાથી બચી શકાશે.