આનંદી બહેન પટેલે ચાલુ સભાએ સ્ટેજ પરથી જ રૂપાણી સરકારની પોલ ખોલી!

0
6219

મુખ્યમંત્રી વિજય રૂપાણી વાતોએ શૂરા મુખ્યમંત્રી છે, નારી આંખે દેખાતી વાસ્તવિકતાને તેઓ માનવ કે સ્વીકારવા તૈયાર થતા નથી એનું મોટું ઉદાહરણ છે દારૂબંધીના કાયદાનો અમલ. શેરીના નાના ટેણીયાને પણ ખબર હોઈ છે કે એના વિસ્તારમાં દારૂ ક્યાં મળી રહે છે , પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી માણવા તૈયાર નથી કે ગુજરાતમાં દારૂ મળે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદી બહેન પટેલે એક જાહેર સભામાં જ વિજય રૂપાણીના દારૂબંદીના દવાઓની પોલ ખોલી નાંખી છે. આનંદી બહેને ચાલુ સભાએ જ લોકોને પૂછ્યું હતું કે “પીવાનું મળે છે?” તો સામે બેઠેલા ગામના સરપંચ અને લોકોએ કહ્યું હતું “હા મળે છે” અને આનંદી બહેને એ બંધ કરાવવા માટે સરપંચ અને ગામલોકોને ટકોર કરી હતી.

વિગતવાર જોઈએ તો ઉત્તરપ્રદેશના હાલના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના પ્રવાસે છે ત્યારે ગઈ કાલે મંગળવારે વિરમગામના જખવાડા ગામમાં હતા જ્યાં તેઓ એક કાર્યક્રમ દરમિયાન મંચ પરથી ભાષણ કરી રહ્યા હતા ત્યારે તેમને ગુજરાતમાં દારૂબંધી મામલે પોતાની વાત રજુ કરી હતી, આનંદી બેને જુના સંસ્મરણો યાદ કરતા કહ્યું હતું કે હું જયારે બાળકોને ભણાવતી ત્યારે પૂછતી કે “પોટલીઓ કેટલામાં મળે છે?” ત્યારે બાળકો કહેતા કે “૧૦ રૂપિયાની એક પોટલી મળે અને દાદા રોજની ત્રણ પીય જાય છે”

આનંદી બહેને જૂની યાદો તાજી કરતા કહ્યું જકે “બાદમાં હું બાળકોને દાખલો ગણાવતી હતી કે એક દિવસમાં ત્રીસનો દારૂ પી જાય તો મહિનાના ૯૦૦ રૂપિયા થયા, આ ને જો રોજની એક પોટલી પણ ઓછી પીવે તો પણ મહિને ૩૦૦ રૂપિયા બચી જાય” પછી તરત જ આનંદી બેને ત્યાં બેઠેલા ગામના સરપંચ અને ગ્રામજનોને પૂછ્યું હતું કે “અહીં પણ પોટલી મળતી હશે ને?” તો સરપંચ અને ગ્રામલોકોએ હા માં જવાબ આપતા આનંદી બહેને ટકોર કરી હતી કે એને બંધ કરાવો, આ વ્યસનથી બરબાદી સિવાય બીજું કઈ જ નહિ મળે. આ સાથે જ આનંદી બહેને સ્થાનિક આગેવાનોને શાળાકીય પરીક્ષાઓમાં શાળામાં હાજર રહેવાની સૂચના પણ આપી હતી.

જો કે આનંદી બહેને ગ્રામજનીઓ સાથે ખુલા દિલથી વાત કરવાના હેતુથી “પીવાનું મળે છે?” એવું પૂછીતો લીધું હતું અને ગ્રામજનોએ આનંદી બહેનને “હા મળે છે” એવો જવાબ પણ આપ્યો ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મુખયમંતી વિજય રૂપાણી બરાબરના ફસાયા છે, કારણકે થોડા સમય પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે “ગુજરાતમાં દારૂ મળે છે” એવું નિવેદન આપ્યું ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી લાજવાના બદલે ગાજ્યા હતા અને હવે એની જ પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદી બેન પટેલે જાહેર સભામાં જ વિજય રૂપાણી સરકારના દારૂબંધીના કાયદાના કડક અમલની પોલ ખોલી નાંખી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ભરૂચના સાંસદે પણ જાહેરમાં મીડિયા સમક્ષ ગુજરાતમાં દારૂ બધે મળે જ છે અને બધાને ખબર જ છે એવું નિવેદન આપીને સરકારની પોલ ખોલી હતી અને હવે આનંદી બેન પટેલે પોલ ખોલતા રૂપાણી સરકારની આબરૂના ધજાગરા થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here