આપણે ભગવાનનું મેન્યુફેક્ચરીંગ કરી રહ્યા છીએઃ રમેશ ઓઝા

મોરારી બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ હજુ ચાલુ જ છે, અને આ વિવાદ હવે વધારે વિવાદસ્પદ બનતો જાઈ છે, તેમાં હવે કથાકાર રમેશ ઓઝાએ પણ ઝંપલાવ્યું છે. ગત અઠવાડિયે જ મોરારી બાપુએ સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન નીલકંઠ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. જેનાથી હરિભક્તો અને સંતો નારાજ થઈ ગયા હતા. જે અંગે મોરારી બાપુએ માફી માગી હતી. તેમ છતાં આ ધાર્મિક વિવાદ શાંત થવાનું નામ લઈ રહ્યો નથી. આ વિવાદ વચ્ચે વધુ એક કથાકારે ઝંપલાવ્યું છે.


ગોંડલમાં શ્રીરામજી મંદિરમાં ચાલી રહેલી કથામાં કથાકાર રમેશ ઓઝાએ વિવાદિત ટિપ્પણી કરી હતી. તેમણે વ્યાસપીઠ પરથી દંભી લોકોની નિંદા કરતા કહ્યું હતું કે, જ્યાં વેદ પ્રામાણ્ય નથી અને તેને સ્વીકારવામાં આવતું ન હોય, લોક શાસ્ત્રાર્થમાં પણ વેદ પ્રામાણ્ય જોઈએ, દલીલો કે તર્કથી શાસ્ત્રાર્થ થતું નથી. એવામાં કેટલાક લોકોએ તો ધર્મના નામે નવા ભગવાન, નવા માતાજી, નવા દેવતા અને કેટલીક નવી કથાઓ ઊભી કરી નાંખી છે. સાથે જ જબરદસ્તીથી તેનું પુરાણ સાથે કનેકશન બનાવી દેવામાં આવ્યું છે. એવામાં લાગી રહ્યું છે કે આપણે ભગવાનનું મેન્યુફેક્ચરીંગ કરી રહ્યા છીએ.


કથાકાર રમેશ ઓઝા વધુમાં કહ્યું હતું કે, જીવતા અને મરતા આપણને ભગવાન શીખવાડે છે. વેદને જે ન સ્વીકારે તે નાસ્તિક છે. આપણો ધર્મ સનાતન વૈદિક હિન્દુ ધર્મ છે. ક્યાં ટકવું, ક્યાંથી છટકવું જો આ બધું માણસ સમજી લે તો તે ક્યારેય ભટકશે નહીં. કરોળિયાની જેમ જાળું બનાવાઈ, રેશમના કીડાની જેમ નહિ. નહિતર આપણી રચનાને આપણો સંસાર જ ગળી જશે.
કથાકાર રમેશ ઓઝાના આ નિવેદનથી નવો એક વિવાદ ઉભો થયો છે.

Leave a reply