‘ધ સ્કાય ઈઝ પિંક’નું પોસ્ટર થયું રીલીઝ, જાણો ટ્રેલર ક્યારે લોન્ચ થશે?

પ્રિયંકા ચોપરાની આવનારી ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓમાં છે. હાલમાં જ સ્કાય ‘ધ સ્કાય ઈઝ પિંક’નું નવું પોસ્ટર સોશીઅલ મીડિયામાં સામે આવી રહ્યું છે,આ પોસ્ટરમાં બોલીવૂડ એકટ્રેસ પ્રિયંકા ચોપરા દંગલ ગર્લ્ ઝાયરા વસીમ અને ફરહાન અખ્તર અને રોહિત સરાફ નજર આવી રહ્યા છે, આ પોસ્ટરની સાથે જ ફિલ્મમેકરે ટ્રેલર લોન્ચ કરવાની તારીખની ઘોષણા કરી દીધી છે આ ફિલ્મનું ટ્રેલર આજે થશે રીલીઝ.

લાંબા સમય બાદ પ્રિયંકા ચોપરા બોલીવૂડમાં કમબેક કરી રહી છે. નિક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ દેસી ગર્લ
પ્રિયંકા ચોપરાની પહેલી ફિલ્મ હશે, જયારે આ ફિલ્મ બાદ ઝાયરા વસીમ હંમેશા માટે બોલીવૂડને અલવિદા કહી દેશે, થોડાક દિવસ પહેલા જ ઝાયરાએ સોશિઅલ મીડયા પર એક પોસ્ટ મૂકી હતી અને ભારે ચર્ચાઓમાં આવી હતી, ‘ધ સ્કાય ઈઝ પિંક’ ૧૧,ઓકટોબર એ સિનેમાઘરોમાં રીલીઝ થઇ રહી છે.

Leave a reply