રાષ્ટ્રપતિનો વિદેશ પ્રવાસ: પાકિસ્તાને એરસ્પેસ આપવાની ના પાડી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 8 સપ્ટેમ્બરની રાત્રે આઇસલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ અને સ્લોવેનીયાની મુલાકાતે રવાના થયા છે, જે દરમિયાન તેઓ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા તે દેશોના ઉચ્ચ અધિકારીઓ અને સત્તાધારીઓ સાથે વાતચીત કરશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટ કર્યું છે કે, ભારતનાં વિદેશ સંબંધોને મજબૂત રાખવા અને આઇસલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ અને સ્લોવેનીયા સાથે દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે રાષ્ટ્રપતિ કોવિંદ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે જે તે દેશોની મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિ કોવિંદ 9 થી 11 સપ્ટેમ્બર દરમિયાન આઇસલેન્ડની મુલાકાત લેશે. ત્યારબાદ તે સ્વિટ્ઝરલેન્ડ જશે અને છેલ્લે 15 સપ્ટેમ્બરે સ્લોવેનીયા પહોંચશે. 17 સપ્ટેમ્બરે તે ભારત આવવા રવાના થશે.

પાકિસ્તાને 8 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ કોવિંદને આઇસલેન્ડની ફ્લાઇટ માટે તેના હવાઇ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાની ભારતની વિનંતીને નકારી દીધી હતી.

નવી દિલ્હીમાં એમઈએના પ્રવક્તા કુમારે કહ્યું કે ભારતને રાષ્ટ્રપતિને તેની એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપવાના પાકિસ્તાનના નિર્ણય પર અફસોસ છે.

આ ઉપરાંત વિદેશમંત્રાલય પ્રવક્તા કુમારે કહ્યું હતું કે “પાકિસ્તાન સરકાર દ્વારા વીવીઆઈપી સ્પેશિયલ ફ્લાઇટ માટે ઓવરફ્લાયટ ક્લિયરન્સને નકારી દેવાના નિર્ણયને કારણે અમે દિલગીર છીએ જે અન્ય કોઈ પણ દેશ દ્વારા નિયમિત રૂપે આપવામાં આવે છે. અમે પાકિસ્તાનને આવી એકપક્ષી ક્રિયાઓની વ્યર્થતાને માન્યતાનો અસ્વીકાર કરીએ છીએ.

Leave a reply