કાશ્મીર એ પાકિસ્તાનની કમજોરી છે : ઇમરાન ખાન

ભારત દ્વારા જ્યારથી કાશ્મીર માટે બંધારણની 370 ની કલમ દૂર કરવામાં આવી છે ત્યારથી પાકિસ્તાન અવારનવાર કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ બફાટ કરી રહ્યું છે. અલગ અલગ દેશો સાથે મંત્રણાઓ અને મધ્યસ્થીનો પ્રસ્તાવ મુકવા વિનંતીઓ કરી રહ્યું છે.

ગઈ કાલે શુક્રવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાનના ‛રક્ષા અને શહિદ દિવસ’ પર નિવેદન આપતા કહ્યું કે ‛કાશ્મીર એ પાકિસ્તાનની કમજોર નસ છે. ભારતે કાશ્મીરનો વિશિષ્ટ દરજ્જો છિનવ્યો છે કે જે પાકિસ્તાનની અખંડતા ને ચુનોતી આપે છે.’

અમે આપને જણાવી દઈએ કે પાકિસ્તાન ઇ.સ. 1965 નાં યુદ્ધની વર્ષગાંઠ ઉજવવા માટે 6 સપ્ટેમ્બરના રોજ ‛રક્ષા અને શહિદ દિવસ’ ઉજવે છે.

પાકિસ્તાન વડાપ્રધાનના આ નિવેદન પરથી પ્રશ્ન થાય કે 370 ની કલમ કાશ્મીરમાંથી દૂર કરવી એ ભારતનો આંતરિક વિષય છે જેમાં કોઈ દેશ દખલ ન કરી શકે તો પાકિસ્તાનની અખંડિતતા કઈ રીતે ખંડિત થઈ શકે ?

અવારનવાર પાકિસ્તાન વિશ્વના અન્ય દેશો ને કાશ્મીર મુદ્દે ભારત-પાકિસ્તાનની મધ્યસ્તી કરવાનું કહી ચૂક્યું છે તેમ છતાંય વિશ્વનો એક પણ દેશ પાકિસ્તાનની મદદે નથી આવ્યો. ભારતના આંતરિક બાબતોમાં વિશ્વનો કોઈ દેશ દખલ ન કરી શકે. એવા નિવેદનો અલગ અલગ દેશોએ આપેલા છે.

Leave a reply