ભારત અને નેપાળ સરહદની તેલ પાઇપલાઇનનું ઉદઘાટન કરશે

કાઠમંડુ / નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના નેપાળના વડાપ્રધાન કે. પી. ઓલીએ મંગળવારે સંયુક્ત રૂપે દક્ષિણ એશિયામાં પહેલીવાર સીમાપારથી ચાલતી પેટ્રોલિયમ પાઇપલાઈનનું ઉદ્ઘાટન કર્યું છે, જે ઓછા ખર્ચે ઉર્જાની માંગને પહોંચી વળવા માટે નેપાળમાં સ્થિર રીતે અવિરત બળતણ પુરવઠાની ખાતરી કરશે.

60 કિમી લાંબી મોતીહારી-અમલેખગંજ આ તેલની પાઈપલાઈનનું ઉદઘાટન બંને નેતાઓએ પોતપોતાની રાજધાનીથી વીડિયો કૉન્ફરંસ દ્વારા કર્યું હતું.

કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું છે કે, પાઇપલાઇન, બિહારના મોતીહારીથી શરૂ થઈને નેપાળના અમલેખગંજ ખાતે સમાપ્ત થાય છે, જે દક્ષિણ એશિયામાં એક નવી પહેલ છે.

ભારતના સૌથી મોટા રિફાઇનર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઈઓસીએલ) એ ઓગસ્ટ 2014માં હસ્તાક્ષર કરાયેલા સમજૂતીપત્ર હેઠળ કરવામાં આવેલી પ્રતિબદ્ધતાને પૂર્ણ કરીને નેપાળ ઓઇલ કોર્પોરેશન (એનઓસીએલ) ના સહયોગથી 324 કરોડ રૂપિયાના રોકાણ સાથે જે પાઇપલાઇન બનાવા બાબતે જે હસ્તાક્ષર થયા હતાં જેનું ઉદઘાટન ગઈકાલે કરવામાં આવ્યું.

બંને પક્ષો અમલેખગંજ ડેપોમાં વધારાની સ્ટોરેજ સુવિધા બનાવવા માટે પણ કામ કરી રહ્યા છે જે નેપાળમાં પેટ્રોલિયમ પેદાશોના સંગ્રહને વધારશે જે તરફ એનઓસીએલે 75 કરોડનો ખર્ચ અંદાજ કર્યો છે.

નેપાળના વિકાસ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે બંને દેશો દ્વારા કલ્પના કરાયેલા દ્વિપક્ષીય પ્રોજેક્ટ સારી રીતે પ્રગતિ કરી રહ્યા છે અને તેમણે આશા રાખી કે સંયુક્તપણે તેમના નેપાળના સમકક્ષ સાથે આગામી દિવસોમાં તેમનું ઉદઘાટન કરવામાં આવે.

મોદીએ ધ્યાન દોર્યું હતું કે તેનું નિર્માણ “નિર્ધારિત સમયમાં” કરવામાં આવ્યું છે.

30 મહિનાની સમયમર્યાદા હતી, જ્યારે ગયા વર્ષે ઓલીની ભારત મુલાકાત દરમિયાન ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારંભ યોજાયા બાદ તે માત્ર 15 મહિનામાં તૈયાર થઈ ગયો હતો.

દર વર્ષે, આ પાઈપલાઈન બે મિલિયન મેટ્રિક ટન શુધ્ધ પેટ્રોલિયમ ઉત્પાદનોને પોષણક્ષમ ભાવે નેપાળ લઈ જશે.

મોદીએ ધ્યાન દોર્યું હતું કે ઓલીએ પહેલેથી જ જાહેરાત કરી છે કે બચાવવામાં આવેલા પૈસાનો લાભ ગ્રાહકોને સીધો આપવામાં આવશે. તેમણે કહ્યું કે, આનાથી નેપાળના લોકોને પણ ફાયદો થશે.

વડા પ્રધાન ઓલીએ કહ્યું કે પાઇપલાઇન નેપાળ માટે મોટી ઉપલબ્ધિ છે.

“આપણે (ભારત અને નેપાળ) આપણા લોકોના વિકાસ, સમૃદ્ધિ અને ખુશીઓના સમાન દ્રષ્ટાઓ જોયા છે, જેની અનુભૂતિ માટે નક્કર રાજકીય પ્રતિબદ્ધતા અને દૃઢ નિશ્ચય છે.”

ઓલીએ કહ્યું કે મોદીના અભિયાન ‘સબકા સાથ સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ અને ‘હેપ્પી નેપાળ, સમૃદ્ધ નેપાળી’ માટેની તેમની દ્રષ્ટિ “આપણા દેશના વિકાસના લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવાની અમારી કટિબદ્ધતા, દૃઢ નિશ્ચય અને પ્રયત્નોનો સાર મેળવે છે.”

ઓલીએ કહ્યું કે, આનાથી અમારા બે દેશો વચ્ચે એકબીજા સાથે જોડાયેલા અને પરસ્પર નિર્ભરતા વધશે.

તેમણે જણાવ્યું હતું કે, વેપાર,પરિવહન અને માળખાગત બાબતોમાં જોડાણના સર્વશ્રેષ્ઠ ઉદાહરણોમાંના તે એક છે.

નેપાળના અધિકારીઓએ જણાવ્યું કે પાઇપલાઇનનો ઉપયોગ પહેલા તબક્કામાં ભારતમાંથી ડીઝલ સપ્લાય કરવા માટે કરવામાં આવશે. સરહદની બાજુમાં પાઇપલાઇનને સુરક્ષા પૂરી પાડવા સરકારે નેપાળ આર્મીએ જરૂરી વ્યવસ્થા કરી છે. હાલમાં, ટેન્કરો પેટ્રોલિયમ પેદાશો ભારતથી નેપાળ લઈ જાય છે, જે ગોઠવણના ભાગ રૂપે 1973થી ચાલુ છે.

નેપાળ ઓઇલ કોર્પોરેશન (એનઓસી) ને પેટ્રોલિયમ પેદાશોના નૂરમાં વાર્ષિક 2 અબજ રૂપિયાની બચતની આશા છે. પેટ્રોલિયમ પેદાશોના લિકેજ ઘટાડીને લાખો રૂપિયાના વધારાની બચતની પણ અપેક્ષા છે, એમ માયરેપબ્લિકાએ અહેવાલ આપ્યો છે.

મોતીહારી-અમલેખગુંજ તેલ પાઈપલાઈન પ્રોજેક્ટ સૌ પ્રથમ 1996માં પ્રસ્તાવિત કરાયો હતો. જોકે, આખરે વડા પ્રધાન મોદીની 2014 માં કાઠમંડુની મુલાકાત દરમિયાન આ પ્રોજેક્ટ વાસ્તવિકતાની નજીક ગયો.

બંને સરકારે ઓગસ્ટ 2015 માં આ પ્રોજેક્ટને અમલમાં મૂકવાનો કરાર કર્યો હતો. જોકે, નેપાળમાં 2015 ના ભૂકંપ અને દક્ષિણ સરહદ પર સપ્તાહના અવરોધ પછી મડેશી આંદોલન બાદ પ્રોજેક્ટ નિર્માણ મોડુ થયું હતું. આ પ્રોજેક્ટ બાંધકામ આખરે ગયા વર્ષે એપ્રિલમાં શરૂ થયું હતું.

Leave a reply