મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની પોરબંદરમાં કંઈક આ રીતે ઉજવણી થઇ!

પોરબંદરથી નીકળી સાઇકલ રેલી : કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી દ્વારા અપાઈ લીલી ઝંડી

પોરબંદર: મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી ઉજવણીનાં ભાગ સ્વરૂપે કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી શ્રી જી.કિશન રેડ્ડીએ તારીખ 7 સપ્ટેમ્બર 2019ને શનિવારનાં રોજ પોરબંદર ખાતે ‛સાઇકલ રેલી’ને લીલી ઝંડી દ્વારા શુભારંભ કર્યો હતો.અધિકારીક સૂત્રોએ જણાવ્યું કે “સ્વચ્છ ભારત,અહિંસા અને વ્યસન મુક્તિના સામાજિક કલ્યાણના સંદેશા લઈને 500 જેટલા સાયકલ સવારો પોરબંદર થી દિલ્હી સુધી સાયકલ રેલી માટે રવાના થયા.
એમણે વધુમાં જણાવ્યું કે “આ સાયકલ રેલી કેન્દ્રીય સશસ્ત્ર બળ (CAPFs), BSF, CRPF, CISF, SSB, આસામ રાઈફલ્સ,ITBP અને NSG ની સંયુક્ત ભાગીદારી અને આયોજન દ્વારા યોજાઈ રહી છે.”ગાંધીજીની વિચારધારાઓના પ્રચાર પ્રસાર માટે આ સાયકલ રેલીનું આયોજન થયું છે.

આ ઉપક્રમે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી જી.કે.રેડ્ડીએ જણાવ્યું કે “સમગ્ર વિશ્વ માટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાનું પ્રતીક છે.તેમની સમાનતાવાદી દ્રષ્ટિ, વ્યાપક દ્રષ્ટિકોણ,શાંતિ પૂર્ણ સમાજની ફિલોસોફીઓ આજનાં સમય સાથે પણ સુસંગત છે જ્યાં વૈશ્વિક આતંકવાદ , ત્રાસવાદ, અને અન્ય અસામાજિક પ્રવૃતિઓ થઈ રહી હોય.”એમણે વધુમાં સરકાર દ્વારા ઉજવાઇ રહેલા મહાત્મા ગાંધીજીના 150મી જન્મજયંતી મહોત્સવનાં અન્ય અગત્યના કાર્યક્રમોની જાહેરાત કરી.

સાયકલ રેલી વિશે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન જી.કે રેડ્ડીએ કહ્યું કે ‛આ સાયકલ રેલી ચોક્કસ પણે લોકોના હૃદય અને મનમાં સ્વચ્છતા અને અહિંસા પ્રત્યે હકારાત્મક અભિગમ અને જાગૃતતા આવશે. આ સાયકલ રેલી દ્વારા લોકોમાં ગાંધીજીના વિચારો પહોંચાડવાનો એક અનેરો અવસર મળશે.”

Leave a reply