છીછોરે એ અત્યાર સુધી બોક્સઓફિસ પર કેટલી કમાણી કરી જાણો

6 સપ્ટેમ્બર ના રોજ રીલીઝ થયેલી છીછોરે બોક્સઓફિસ પર તો ધૂમ મચાવી જ છે. અને તેની સાથે તેને લોકોના દિલમાં પણ પોતાનું વિશિષ્ટ સ્થાન ઉભું કર્યું છે. જો તમે સાહો થી નિરાશ થયા હોય તો તમારે આ ફિલ્મ ખાસ જોવી જોઈએ. આ ફિલ્મ હળવી કોમેડી સાથે ઘણું બધું શીખવી જય છે.

દંગલ ના ડિરેક્ટર નિતેશ તિવારી દ્વારા આ ફિલ્મ ડિરેક્ટ થઇ છે.તથા આ ફિલ્મમાં તમને શ્રધ્ધા કપૂર અને સુશાંતસિંહ રાજપૂત a ફિલ્મમાં અભિનય કર્યો છે. આ ફિલ્મ ભલે સાહો જેટલા મોટા બજેટની ન હોય પણ મનોરંજનથી ભરપૂર હોવાથી તમારા પૈસા નહી વેડફાઈ.

આ ફિલ્મે પહેલા દિવસે 7.32 કરોડની કમાણી કરી ભલે આ આંકડો બોલિવુડમાં નાનો ગણાતો હોય પણ બીજા દિવસનું બોક્સઓફિસ કલેક્શન 12.25 કરોડનું કર્યુ.આમ આ ફિલ્મના સારા રીવ્યુના કારણે ફિલ્મ હીટ થશે તેવું કહેવું અતિશયોક્તિ ભરેલું નથી.

દિગ્દર્શક નીતેશ તિવારીએ ફિલ્મના માધ્યમથી પોતાના કોલેજના દિવસોની પ્રેક્ષકોને એક ઝલક આપી છે. તેઓ કહે છે કે તેમને ‘સ્પોર્ટસમેન ઓફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો અને સ્ક્રોલ ઓફ ઓનર સાથે ગ્રેજ્યુએશન કર્યું હતું. નીતેશ તિવારી કહે છે, “હું મારી છાત્રાલયની ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો, અને ફૂટબોલ, વોલીબોલ, હોકી અને 4×100 મીટર રિલે ચલાવતો હતો. હું બાસ્કેટબોલ ટીમમાં પણ એક્સટ્રા પ્લેયર તરીકે હતો.”

Leave a reply