ચંદ્રયાન 2 : ઈસરો પ્રમુખે જણાવ્યું કે “વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તૂટ્યો”

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઈસરો નાં અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેકટ ચંદ્રયાન 2 નું તારીખ 22 જુલાઈ 2019 નાં રોજ લોન્ચિંગ કરવામાં આવેલું કે જે આજે સવારે 1:53 am પર ચંદ્રની સપાટી દક્ષિણ ધ્રુવ પ્રદેશ પર “વિક્રમ” લેન્ડર ઉતરવાનું હતું.

ઈસરો પાસેથી મળતી માહિતી અનુસાર ચંદ્રયાન ની સપાટીથી 2.1 km દૂરથી વિક્રમ લેન્ડરનો ઈસરો સાથેનો સંપર્ક તૂટ્યો હતો. ઇસરોએ વધુમાં જણાવતા કહ્યું કે હાલ માહિતીનું નિરીક્ષણ અને તપાસણી કરવામાં આવી રહી છે જેના દ્વારા સંપર્ક તૂટવાનું કારણ જાણી શકાશે.

આ ઉપરાંત ઇસરોના વૈજ્ઞાનિક દેવીપ્રસાદ કાર્ણીક એ પત્રકારોનાં સવાલના જવાબમાં જણાવ્યું કે ‛સમસ્યા પાછળનું કારણ જાણવામાં સમય લાગશે હાલમાં માહિતીનું નિરીક્ષણ અને તપાસ થઈ રહી છે. જેનું અમારી પાસે કોઈ પરિણામ નથી.અને વિક્રમ લેન્ડર ક્રેશ થયું છે કે નહીં એ બાબત પર પણ અમને ખાતરી નથી.

આ ઘટના અંતર્ગત તે સમયે હાજર રહેલા ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકો ને આશ્વાશન આપતા કહ્યું કે ‛જીવનમાં ઉતાર ચડાવ આવ્યા કરે છે.આ કોઈ નાની સિદ્ધિ નથી. દેશને તમારા પર ગર્વ છે.હિંમતથી ચાલો હું સંપૂર્ણ રીતે તમારી સાથે છું.’

આ ઉપરાંત આજે સવારે 8 વાગ્યે વધાપ્રધાન મોદી સમગ્ર દેશને સંબોધન કરવાના છે.

જો આ મિશન સફળ બન્યું હોત તો આજે ભારત વિશ્વમાં ચંદ્ર પર લેન્ડર ઉતારનાર 4 દેશ બન્યો હોત અને ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર લેન્ડર ઉતારનાર વિશ્વમાં પ્રથમ દેશ બન્યો હોત.

Leave a reply