મંદીએ લીધો અશોક લેલેન્ડનો ભરખો : ચેન્નાઇ પ્લાન્ટમાં 5 દિવસ સુધી ઉત્પાદન બંધ.

વર્તમાન સમયમાં સમગ્ર ભારત દેશ આર્થિક સંકડામણ અનુભવી રહ્યો છે. અનેક કંપનીઓ પોતાના કર્મચારીઓને છુટા કરી રહી છે. રૂપિયાની લિકવીડિટીમાં થતા ઘટાડા અને અર્નિંગ ડાઉનગ્રેડને કારણે બજારમાં મંદી નો માહોલ છવાયેલો છે.

Market cap of Ashok leylad For september 2018 to September 2019

રિપોર્ટ્સ અનુસાર વાહન ઉદ્યોગ (ઓટોમોબાઇલ) ક્ષેત્રમાં આવેલી મંદીને કારણે હેવી યુટીલિટી વિહિકલ નિર્માતા ( ટ્રક અને બસ નિર્માતા ) કંપની ‛અશોક લેલેન્ડ’ એ જાહેરાત કરી કે આગામી પાંચ દિવસો સુધી પોતાના ચેન્નાઇ સ્થિત મેનુફેક્ચરિંગ પ્લાન્ટમાં ઉત્પાદન બંધ રહેશે.

અશોક લેલેન્ડની આ જાહેરાતથી સમગ્ર ઓટોમોબાઇલ સેકટરમાં ખળભળાટ થઈ રહ્યો છે.

આ અગાઉ પ્રખ્યાત કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ પણ પોતાના મનેસર અને ગુડગાવ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં 7 અને 9 સપ્ટેમ્બરનાં રોજ ઉત્પાદન બંધ રાખવાની જાહેરાત કરી ચૂક્યું છે.

Bharat-IV થી Bharat-VI નીતિનો ફરજીયાત અમલ અને સરકાર દ્વારા જ્યારે ઇલેક્ટ્રિક વિહિકલને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે જોવાનું એ રહેશે કે હાલના સમયમાં પરંપરાગત ઓટોમોબાઇલ સેકટર કઈ રીતે ટકી રહે છે.

Leave a reply