જેક મા : નિવૃત્તિ લઈ હવે બનશે શિક્ષક

ચીનના સૌથી ધનવાન વ્યક્તિ અને અલીબાબા ગ્રુપના અધ્યક્ષ જેક મા મંગળવારે તેમના 55 માં જન્મદિવસ પર કંપનીમાંથી નિવૃત થયા છે. જેક મા એ ચાઇનાના હોંગઝોઉના ઓલિમ્પિક સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે 80,000 લોકોની વચ્ચે પોતાની નિવૃત્તિની જાહેરાત કરી. ડેનિયલ ઝાંગ હવે અલિબાબા કંપનીની લગામ સંભાળશે.

460 અબજ ડોલરની કંપની :-
અલીબાબા ગ્રુપ 460 અબજ ડોલરની કંપની છે. જો કે ભૂતકાળમાં જેક માએ નિવૃત્તિ વિશે કહ્યું છે કે તે બિલ ગેટ્સથી પ્રભાવિત છે અને તેમની જેમ નિવૃત્તિ લેવા માંગે છે. બીજી બાજુ, મોટી કંપનીઓનું નેતૃત્વ બદલવાથી કંપનીના શેર ભાવો પર અસર થશે, પરંતુ અલીબાબાના કિસ્સામાં આવું બન્યું નથી. આનું કારણ તેઓએ કંપનીને આપેલી ઉંચાઈ અને ઓળખ છે. તેઓ ચીનના અર્થતંત્ર, ઓનલાઇન વ્યવસાયો અને ઇન્ટરનેટ માટેના યોગદાન માટે જાણીતા છે. નિવૃત્તિ પછી, જેક મા શૈક્ષણિક કાર્યની સાથે સાથે તેમની પોતાની 41 અબજ સંપત્તિ શૈક્ષણિક સંસ્થાઓને દાન કરશે.

66 % કાયમી કર્મચારીઓ:-
ચીનના સ્થાનિક વ્યવસાયિકોને વિશ્વના જુદા જુદા ઉદ્યોગપતિઓ સાથે જોડાવા માટે જેક મા એ અલીબાબા કંપનીની રચના કરી હતી. તેમણે 18 લોકો સાથે ચીનના હોંગઝોઉ શહેરના એક એપાર્ટમેન્ટમાં 60 હજાર ડોલરના રોકાણથી શરૂ કરી હતી. અલિબાબા કંપની છૂટક કંપનીઓને માલ વેચવા કરતા આગળ વધીને નાણાકીય સેવાઓ અને ઇ-કોમર્સમાં નવા રેકોર્ડ બનાવ્યા. વીસ વર્ષમાં કાયમી કર્મચારીઓની સંખ્યા 66 હજારની નજીક પહોંચી ગઈ. આ દ્વારા, ચીનમાં મોટી સંખ્યામાં ગ્રાહકો પણ વધ્યા છે, આજે લગભગ 75 મિલિયન લોકો દર મહિને અલીબાબા પર ખરીદી કરે છે.

ભારતમાં પણ રોકાણ કર્યું છે:-
ચીન સિવાય, અલીબાબાની ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઓફિસો છે. ભારતમાં, આ કંપની યુસી બ્રાઉઝર અને યુસી ન્યૂઝના નામથી વધુ જાણીતી છે. આજકાલ તે લગભગ દરેક સ્માર્ટફોનમાં વપરાય છે. આ ઉપરાંત તેની ઈકોમર્સ વેબસાઇટ અલીબાબા.કોમ ભારતમાં પણ લોકપ્રિય છે. કંપનીએ પેટીએમ, ઓનલાઇન ગ્રોસરી કંપની બિગબેસ્કેટ તથા જોમેંટો વગેરેમાં પણ રોકાણ કર્યું છે.

Leave a reply