ગેટ્સ ફાઉન્ડેશને PM મોદીને આપ્યો એવોર્ડ, પરંતુ સ્વદેશી જાગરણ મંચ પણ તેનો વિરોધ કરે છે.

સ્વચ્છ ભારત અભિયાન એક સફળ અભિયાન છે. તેને લઇને બિલ એન્ડ મેલિન્ડા ગેસ્ટ ફાઉન્ડેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એવોર્ડ આપ્યો. જેની જાહેરાત મંત્રી જિતેન્દ્રસિંહે તેમના ટ્વિટર હેન્ડલથી કરી છે. જોકે, આ એવોર્ડથી મોદી વિરોધીઓને પેટમાં દુખે આ સ્વાભાવિક છે પરંતુ સ્વદેશી જાગરણ મંચ પણ તેનો વિરોધ કરે છે.

પીએમઓના મંત્રી જિતેન્દ્ર સિહે જાહેરાત કર્યા પછી ખાસ કરીને અમેરિકામાં તેનો વિરોધ કરાઇ રહ્યો છે. વોશિંગટન પોસ્ટમાં લખાયેલા લેખમાં કહેવાયું છે કે આ એવોર્ડ નરેન્દ્ર મોદીને ન આપવો જોઇએ કારણ કે તેઓ હિન્દુ નેશનલિસ્ટ પાર્ટીના નેતા છે. આ ઉપરાંત લઘુમતીઓ પણ અત્યાચાર અને વાણી સ્વાતંત્ર્ય પર રોક લગાવે છે. આ આર્ટિકલ ભારતીયો એ જ લખ્યો છે. આ આર્ટિકલને હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટો ઓનલાઇન શેર કરી રહ્યા છે.

મોદી વિરોધીઓ એવોર્ડની સામે વાંધો ઉઠાવે તે સ્વાભાવિક છે પરંતુ સ્વદેશી જાગરણ મંચ જેવી સંસ્થા જે સંઘ સાથે સંકળાયેલી છે તે પણ વિરોધ કરે છે. પરંતુ તેનો વિરોધ બીજી રીતે છે. સ્વદેશી જાગરણ મંચનું કહેવું છે કે આ ફાઉન્ડેશન સમાજસેવાના નામે ધંધો જ કરે છે. સ્વદેશી જાગરણ મંચના કો-કન્વીનર અશ્વિની મહાજને ટ્વિટ કરીને કહ્યું કે બિલ એન્ડ મલીન્ડા ગેટ્સ ફાઉન્ડેશન કોઇ સમાજસેવા કરતી સંસ્થા નથી. તેઓ સમાજસેવાની આડમાં ધંધો કરી રહ્યા છે. તેમના ધંધાને વધારવા માટે તેઓ અનૈતિક અને ગેરકાયદે મેડિકલ ટ્રાયલ કરે છે. આવી સંસ્થા પાસેથી વડાપ્રધાને એવોર્ડ લેવા અંગે ફેરવિચારણ કરવી જોઇએ.

Leave a reply