Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

નવરાત્રીની સાથે જ તહેવારો ચાલુ થતાં ફુલ બજારમાં આવેલી તેજી

દાહોદ, દાહોદ શહેરમાં નવરાત્રીના પવ્રની સાથે સાથે તહેવારોની મોસમ શરૂ થતાં કુલ બજારમાં તેજીનો પવન ફુંકાયો છે માતાજીની ભક્તમાં ભાવિક ભક્તો મોંધવારીને બાજુમાં હડસેલીને મોંધોભાવ હોવા છતાં યથા શક્તિ ફુલ ફળ દ્વારા ભક્ત કરતાં હોય છે. હમણાં છેલ્લા કેટલાક દિવસથી ફુલ બજારમાં મંદી દેખાતી હતી પંરતુ નવરાત્રાનો પ્રાંરંભથી જ ફુલના ભાવમાં ઉછાળો આવ્યો છે.
અગાઉ ગણેશ ઉત્સવ દરમ્યાન ફુલના ભાવમાં વધારો નોંધાયો હતો પરંતુ નવરાત્રી પર્વની સાથે જ ફુલ વજારમાં તેજી આવતાં હજારી ગલગોટા જે ત્રીસ રૂપિયે કિલો મળતાં હતા તે અત્યારે ૬૦ થી ૮૦ રૂપિયે કિલોના ભાવે વેંચાય છે. ગુલાબ નંગ દીઠ વેચાવા લાગ્યાં છે. જ્યારે ફુલનો હાર રૂ. ૫૦થી લઇ ૧૮૦ રૂ. સુધી વેંચાઇ રહ્યાં છે.
શહેરમાં ફુલના એક વેપારીએ જણાવ્યું હતુ કે ગરમીના કારણે ફુલ બગડવાનું પ્રમાણ વધારે રહે છે તો તેની સામે ફુલની માંગપણ એટલી સારી છે જેના કારણે ફુલના ભાવ વધતાં જાય છે અમદાવાજમાં રોજના આશરે પાંચ હજાર કિલોથી વધારે ગુલાબના ફુલોનું વેંચાણ થાય છે તેની સામે હજારી ગલગોટા ૨૦ હજાર કીલો વેંચાય છે. હજુ આઠમ અને દશેરાના દિવસે ફુલના ભાવમાં વધારો થવાની શક્યતાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *