Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

દિવ્યાંગો માટેના ખેલ મહાકુંભ-૨૦૧૮ ને ખુલ્લો મુકતા – કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજય મંત્રી જશવંતસિંહ ભાભોર

દાતા દ્વારા મળેલ રૂા. ૧૧/- લાખના ખર્ચે તૈયાર થયેલી ભોજન શાળા તકતીનું  અનાવરણ કરતા

દાહોદઃ સ્પોર્ટસૂ ઓથોરીટી, ગુજરાત રાજય, ગાંધીનગરના સહયોગથી દિવ્યાંગો માટેના ખેલ મહાકુંભ-૨૦૧૮ ને ખુલ્લો તેમજ દાતા દ્વારા મળેલ રૂા. ૧૧/ લાખના ખર્ચે તૈયાર થયેલ ભોજન શાળાની તકતીનું અનાવરણ ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજય મંત્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે દાહોદ, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સીલ કેમ્પસ, મંડાવાવ રોડ ખાતે કરવામાં આવ્યું હતું.

  • દાહોદ જિલ્લાની દિવ્યાંગ ખેલાડી કુ. સરોજ ડામોર ટોકિયો ખાતે રમવા જનાર છે.

આ ત્રિવિધિય કાર્યક્રમને દીપ પ્રાગટ્ય અને રીબન કાપીને ખુલ્લો મુકતા કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે    દિવ્યાંગો દેશ અને તેના વાલીઓને બોજારૂપ ન બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આવા દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિકલાંગ શબ્દને કાઢી નાખી સંવેદના સાથે દિવ્યાંગ શબ્દ વાપરી સન્માન અપાવ્યું છે. રાજ્ય સરકારે આવા દિવ્યાંગ નિરાધારો માટે ૭૩૫ કરોડની જોગવાઇ કરી છે. વર્ષ ૨૦૧૬માં  ૨૧૦૦૦ દિવ્યાંગ વ્યક્તિઓને ૧૪ કરોડ ઉપરની સાધન સહાય આપવામાં આવી હતી. ભારત સરકાર પૂરા દેશમાં આવા દિવ્યાંગો માટે સાધન સહાય માટેની ૭૩૮૦ શિબિરો કરી રૂા. ૬૦૫૯/- કરોડનો ખર્ચ કરી દિવ્યાંગોની પડખે છે તેની પ્રતિતિ કરાવી છે. ખેલ મહાકુંભ દ્વારા આવા દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લઇ પોતાની શક્તિઓ બહાર લાવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પો્ત્સાહિત કરે છે. ગત વર્ષે આવા જિલ્લા અને રાજ્યના ૧૦ લાખ જેટલી રકમના ઇનામો દિવ્યાંગ ખેલાડીઓને આપ્યા છે. જિલ્લાની દિવ્યાંગ ખેલાડી કુ. સરોજ ડામોર ટોકિયો ખાતે રમવા જનાર છે. જે જિલ્લા સહિત દેશ માટે ગૌરવની બાબત છે.

આ પ્રસંગે ગ્રામ વિકાસ, ગ્રામગૃહ નિર્માણ તથા પશુપાલન રાજય મંત્રી બચુભાઇ ખાબડે પ્રાસંગોચિત પ્રવચન કરતાં જણાવ્યુ હતુ કે રેડિયોની રેન્જ વિસ્તારમાં આવતા ગામોના લોકો અને નગરના લોકોને આ એફ.એમ. રેડિયો મનોરંજન સાથે વિવિધ જાણકારી માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. દેશના વડાપ્રધાનશ્રી મન કી બાત કરે છે આ જ માધ્યમથી જ કરે છે. તત્કાલિન મુખ્ય મંત્રીશ્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખેલે ગુજરાત, દોડે ગુજરાત, વાંચે ગુજરાત જેવા અભિયાનો થકી દિવ્યાંગ ભાઇ – બહેનોની શક્તિઓને બહાર લાવવાનું મંચ પૂરું પાડ્યું છે. દાહોદ બ્લાઇન્ડ વેલફેર સંસ્થાના સંચાલક મંડળ અને ટ્રસ્ટીઓની દિવ્યાંગો માટેની સંવેદના સાથેની કામગીરીને. મંત્રીશ્રીએ બિરદાવી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેકટર વિજય ખરાડી (IAS)એ ભવિષ્યની અસરોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંસ્થાના સહયોગથી ખૂબ ઝડપથી અધતન ટેકનોલોજી સાથે એફ.એમ.રેડિયોની શરૂઆત કરવામાં આવી  છે. જે  જિલ્લા માટે ગૌરવની બાબત ગણાય. જે બદલ જિલ્લા પ્રશાસન વતી કલેક્ટરએ આભાર વ્યક્ત કર્યો હતો. આ રેડિયોના માધ્યમ થકી છેવાડાના વિસ્તારોના લોકોને જાણકારી મળવા સાથે અંધશ્રધ્ધા સહિત અનેક બદીઓને દુર કરી શકાશે. સરકારે દિવ્યાંગ વ્યક્તિઓને સમાજમાં સ્થાન અપાવવા કરેલા પ્રયાસોની જાણકારી આપી હતી. સંસ્થા આવા દિવ્યાંગ બાળકો, વિધાર્થીઓ, ખેલાડીઓને સંવેદના સાથે પ્રોત્સાહિત કરવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી આર.કે.પટેલે જણાવ્યુ હતુ કે સરકારના અથાક પ્રયત્નોથી દાહોદને રેડિયોની સુવિધા મળી છે. જેના થકી કાર્યક્રમો અને યોજનાઓનો વાર્તાલાપ ગામડાના અને શહેરના લોકો સુધી પહોંચાડી શકાશે

આ પ્રસંગે MJF ડિસ્ટ્રીકટ ગર્વનર, લાયન્સ કલબ્સ ઇન્ટર નેશનલ 3232  F1 લા.સુનિલ પટેલે લાયન્સની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની વિસ્તૃત સમજ આપતાં સંસ્થા આંખોનું દવાખાનું શરૂ કરે તો લાયન્સ તે માટે આર્થિક રીતે સહયોગી બની શકે તેના થકી આ વિસ્તારના ગરીબ અને દિવ્યાંગ લોકોને સેવા પૂરી પાડી શકાય.

દિવ્યાંગો માટેની ૧૫૦૦ જેટલા બાળકોએ વિવિધ સ્પર્ધાઓ પૈકી ચેસ, ફુટબોલ, ટેબલ ટેનિસ, સાયકલિંગ, વોલીબોલ, લોંગ જંપ, દોડ વગેરેમાં ભાગ લીધો હતો.

અગાઉના વર્ષોમાં વિવિધ સ્પર્ધાઓમાં જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વિજેતા થયેલા દિવ્યાંગ ખેલાડીઓનું મંત્રી મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દાહોદ, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના પ્રજ્ઞાચક્ષુ મંત્રી યુસુફી કાપડીયાએ પ્રાસંગોચિત પ્રવચન કરતાં સંસ્થાની માહિતી પૂરી પાડી હતી. જ્યારે સ્વાગત પ્રવચન દાહોદ, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના પ્રજ્ઞાચક્ષુ પ્રમખ પ્રફુલ્લભાઇ વ્યાસે, આભારવિધિ પ્રજ્ઞાચક્ષુ ઉપપ્રમુખશ્રી ભાસ્કરભાઇ મહેતાએ કરી હતી.

આ પ્રસંગે શ્રીમતી મંજુલાબેન નગેન્દ્રનાથ નાગર દ્વારા ભોજન શાળા માટે આપેલ ૧૧,૦૦,૦૦૦/-ના ખર્ચે તૈયાર થયેલ ભોજનશાળાની તક્તીનું કેન્દ્રીય રાજ્ય મંત્રી ભાભોરના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમના ડિરેક્ટર સુધીરભાઇ લાલપુરવાલા, જિલ્લા રમત-ગમત અધિકારી વિરલ ચૌધરી,, રાષ્ટ્રીય અંધજન મંડળના પ્રમુખ ર્ડા. નગેન્દ્રનાથ નાગર,  ટ્રસ્ટી વી.એમ.પરમાર, સમાજીક કાર્યકર  નરેન્દ્ર સોની, કરણસિંહ ડામોર, મહિલા મોર્ચાના અગ્રણી વિણાબેન પલાસ, સહિત સંસ્થાના ટ્રસ્ટીઓ, જિલ્લા તાલુકાના અધિકારીઓ/પદાધિકારીઓ, નગરજનો, સંસ્થાના કર્મચારીગણ, દિવ્યાંગ બાળકો – ખેલાડીઓ તેમના વાલીઓ  વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *