Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

દાહોદ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે 47 પર  77કી.મી. વિસ્તારમાં લૂંટારૂઓનો ખોફ દૂર કરવા દર 10 કી.મી.એ રાત્રી દરમિયાન પોલીસ સહાયતા કેન્દ્ર શરૂ કરાશે

દાહોદ, ગુજરાતની સરહદ ખંગેલા ચેકપોસ્ટથી પંચમહાલના સંતરોડ વચ્ચે નેશનલ હાઈવે 47 પર 77 કી.મી વચ્ચે લૂંટારૂઓના ત્રાસથી જનતાને મુક્ત કરવા માટે આઠ પોલીસ સહાયતા કેન્દ્રોની શરૂ કરવામાં આવનાર છે. નેશનલ હાઈવે પર દર 10 કી.મી.ના અંતરે હથીયારધારી પોલીસ પંકચરના સાધનો સાથે તૈનાત રહેશે જેના કારણે રાત્રી દરમિયાન મુસાફરો બેખૌફ મુસાફરી કરી શકશે.

ત્રણ રાજ્યોના ત્રિભેટે આવેલા દાહોદ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ -ઈન્દોર નેશનલ હાઈવે 47 પર રાત્રી શરૂ થતાં લૂટારૂ કે ધાડપાડુ ગેંગનો ડર ત્યાથી પસાર થતાં વાહન ચાલકોને થતો હોય છે. દાહોદ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે પર રાત્રી દરમિયાન પોલીસ પેટ્રોલીંગ હોવા છતાં લૂંટારૂઓ પોતાનો કસબ અજમાવી જતા હોય છે. જેથી જિલ્લા સહિત રાજ્યની જનતા રા6ી દરમિયાન દાહોદ જિલ્લાના હાઈવે પરથી પસાર થવાનું ટાળી રહી છે. લોકોમાં લૂંટારૂઓનો ભય દૂર કરવા તેમજ લૂંટારૂઓને ઝડપી પાડવા દાહોદ જિલ્લા પોલીસ છેલ્લા કેટલાક સમયથી એક્સનમાં પણ જોવા મળી રહી છે. તેમજ મધ્યપ્રેદસ -ગુજરાતની સરહદે આવેલા દાહોદ જિલ્લાની છેલ્લી સરહદી ખંગેલા ચેકપોસ્ટથી પંચમહાલ જિલ્લાના સંતરોડ સુધીના 77 કી.મી.ના નેશનલ હાઈવે 47 પર રાત્રી દરમિયાન આઠ પોલીસ સહાયતા કેન્દ્રો શરૂ કરવાનું પોલીસ વિભાગ દ્વારા નક્કિ કરવામાં આવ્યા છે. પોલીસે રસ્તાના પેટ્રોલ પંપ માલિકો તેમજ હોટલ માલિકો સાથે બેઠકો યોજી દીધી છે. હાઈવેનું સર્વે કરીને દર 10 કીલોમીટરે એક પોલીસ સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવનાર છે. જે પોલીસ સહાયતા કેન્દ્ર પર હાથિયારધારી પોલીસ સાથે પંકચરના સાધનો સાથે રાખશે. તેમજ હાઈવે પર પોલીસ સહાયતા કેન્દ્રના બોર્ડ પણ લાગાવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *