Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

દેવગઢ બારીયાના મોટીખજુરીગામે શાળાએ ગયેલી કિશોરીનો ઝાડીમાંથીમૃતદેહ મળ્યો, પેનલ ડોક્ટરથી પી.એમ. કરાશે

દાહોદ,દાહોદ જિલ્લાના મોટીખજુરીગામની ધોરણ 10માં અભ્યાસ કરતી કિશોરી શાળાએ જવા નિકળ્યા બાદ સાંજે ઘરે પરત નહી ફરવાના કારણે પરિવારજનો ચિંંતિત બની શોધખોળ કરી હતી . પરંતુ રાત્રી દરમિયાન પણ દિકરીનો પતો મળ્યો નહોતો.સવારે તેનો મૃતદેહ જંગલમાંથી મળી આવતા અનેક શંકા કુશંકાઓ ઉભી થઈ છે. જેથી મૃતદેહનું પેનલ પી.એમ. કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

 દાહોદ    જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના મોટી ખજુરી ગામે રહેવાસી અને ગામની શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી.  ગુરૂવારના રોજ સવારે શાળાએ અભ્યાસ કરવા નિકળી હતી પરંતુ સાંજે પરત સ્કુલેથી ઘરે નહી આવતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં વહેલી સવાર સુધી તેના કોઈ સગડ મળ્યા નહોતા.પરિવારજનોને  દિકરીની લાશ ઝાડીમાં પડી હોવાની માહિતી મળી હતી. લાશના સ્થળે લોકટોલા એકત્ર થવાની સાથે પોલીસ પણ દોડી આવી હતી કીશોરીના વાલીએ જમીન સંબધી તકરારવાલી વ્યક્તિએ એગાઉ દુષ્કર્મ અને હત્યાની ધમકી આપી હોવાથી તેમણે હત્યા કર્યાની શંકા કરી છે. પોલીસે કિશોરીનો મૃતદેહને  દેવગઢ બારીયા સરકારી દવાખાને પી.એમ. માટે મોકલવામાં આવી છે.બનાવની ગંભીરતા જોઈને પોલીસ પેનલ તબીબો દ્વારા પી.એમ. કરવામાં આવી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *