Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ચકચારી વિવેક તિવારી હત્યાકાંડ મામલો : આરોપી પ્રશાંત ચૌધરીની ધરપકડના વિરોધમાં પોલીસવાળાઓએ કાળી પટ્ટી બાંધી

લખનૌ, એપલ મેનેજર વિવેક તિવારીની હત્યાના આરોપમાં સિપાહી પ્રશાંત ચૌધરીની ધરપકડ બાદ યુપી પોલીસે કડક વલમ અપનાવ્યું છે.કયારેય પ્રશાંતના પરિવાર માટે નાણાં એકત્રિત કરવાનું અભિયાન ચલાવી રહી છે તો કયારેક કાળી પટ્ટી બાંધી પ્રશાંત ચૌધરીની ધરપકડનો વિરોધ કરી રહી છે એટલુ જ નહીં પોલીસમાં વિભાગમાં વિદ્રોહની પણ ધમકી આપવામાં આવી રહી છે.સવાલ એ વાતનો છે કે જયારે સોશિયલ મીડિયામાં આ રીતનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તો શું તેની માહિતી પોલીસના વરિષ્ઠ અધિકારીઓને નથી.આ પણ પોતાના આપમાં આશ્ચર્યજનક છે કે જયારે કોસ્ટેબલન પર લગાવેલ આરોપોને મુખ્યમંત્રી યોગી સહિત યુપી પોલીસના વરિષ્ઠ અધિકારી પણ માની રહ્યાં છે તો આ રીતનું અભિયાન ચલાવવાની પાછળ શું પોલીસ વિભાગમાં અનુશાસનની કમી સ્પષ્ટ જણાઇ રહી નથી.
લખનૌના વિવેત તિવારી હત્યાકાંડ મામલામાં નજરે જાનાર સનાનું મેજિસ્ટ્રેટની સામે નિવેદન દાખલ કરવામાં આવ્યું જે સમયે પોલીસવાળો વિવેકને ગોળી મારી હતી તે સમયે સના ગાડીમાં વિવેકની સાથે હતી.બંન્ને ઓફિસના એક કાર્યક્રમમાંથી પાછા ફરી રહ્યાં હતાં. એસઆઇટી ટીમે ઘટના સ્થળે ઘટનાની નજરેજાનાર સાક્ષી અને વિવેકની સાથે સનાને બોલાવી હત્યાના સીનનું રિકંસ્કટ્રકશન કર્યું જેથી એ જાણી શકાય કે વિવેકની હત્યામાં સના સાચુ બોલી રહી છે કે સિપાહી સાચુ બોલી રહ્યો છે. તેના માટે વિવેકની કારના મોડલવાળી કાર અને પોલીસની અપાચી બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ઘટના પર હત્યાના આરોપી પ્રશાંત બનેલ સિપાહીથી તે અંદાજમાં ગોળી ચલાવવાની પણ એકટીંગ કરાવવામાં આવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *