Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

સીંગવડ તાલુકાના મલેકપુરગામે પંચમા  વધારે પડતું બોલવાના મામલે મારા મારી,એકનો હાથ ભાંગ્યો

દાહોદ, સીંગવડ તાલુકાના મલેકપુરગામે પંચમાં વધારે પડતું બોલવાના મુદ્દે થયેલ ઝઘડામાં હાથના કાંડા પર લાકડીના ફટકામારી હાથ ભાંગી નાંખી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાનું તથા જાનથી મારી નાંખવાની ધાકધમકી આપતા પોલીસ ફરીયાદ નોધાવા પામી છે.

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના મલેકપુર ગામના સુરેશભાઇ લીંબાભાઇ કટારાએ સવારના સવા અગીયાર વાગ્યાના સુમારે તેનાજ ગામના ૫૦ વર્ષીય રમેશભાઇ ઇતલાભાઇ કટારાને બેફામ બિભત્સ ગાળો બોલતા તકરાર થઈ હતી. રમેશભાઈને તું પંચમાં વધારે પડતો કેમ બોલે છે તેમ કહેતા રમેશભાઇ ઇતલાભાઇ કટારાએ જણાવેલકે તમારા જેવા ગામ આગેવાનો નિકાલ થવા દેતા નથી. આ સાંભળી એકદમ ઉશ્કેરાઇ ગયેલા સુરેશભાઇ લીંબાભાઇ કટારાએ ગાળોબોલી મારી નાંખો જણાવીને  હાથમાંની લાકડીથી રમેશભાઇ કટારારના ડાબા હાથના કાંડાના ભાગે ત્રણચાર ફટકામારી હાથ ભાંગી નાંખી તથા બરડાના ભાગે મારી ઇજા કરી  હતી તેમજ જાનથી મારી નાંખવાની ધાકધમકી આપી હતી.આ સંબંધે મલેકપુર ગામના ઇજાગ્રસ્ત રમેશભાઇ ઇતલાભાઇ કટારાએ રંધીકપુર પોલિસ સ્ટેશને તેનાજ ગામના સુરેશભાઇ લીબાભાઇ કટારા વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે ઇપીકો કલમ તથા જીપી એકટ કલમ મુજબ ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *