Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

દાહોદ જિલ્લામાં ૨૪ ઓકટોમ્બરે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

દાહોદ, દાહોદ જિલ્લાના પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી ધ્વારા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. ઓકટોમ્બર-૨૦૧૮ના તાલુકા સ્વાગત કાર્યક્રમ 24મી ઓક્ટોમ્બરને બુધવારના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે આઠ તાલુકાની મામલતદાર કચેરી ખાતે યોજાશે   

 દાહોદ જિલ્લાના પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી ધ્વારા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જેના ભાગરૂપે જિલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરૂવારે કલેકટરના અધ્યક્ષપદે તથા ચોથા  બુધવારે મામલતદારની કચેરીમાં  વર્ગ-૧ કક્ષાના અધિકારીઓના અધ્યક્ષસ્થાને સ્વાગત ઓનલાઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિ વિષયક અને સેવા વિષયક સિવાયના કામોના નિકાલ સંબંધિત કચેરીમાં ન થતા હોય તેવા કામોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઓકટોમ્બર-૨૦૧૮ના તાલુકા સ્વાગત કાર્યક્રમ 24મી ઓક્ટોમ્બરને બુધવારના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે આઠ તાલુકાની મામલતદાર કચેરી ખાતે યોજાશે   

          આ કાર્યક્રમમાં જિલ્લાના વર્ગ-૧ ના અધિકારીઓ પૈકી જિલ્લા વિકાસ અધિકારી લીમખેડા,  જિલ્લા પોલીસ અધિક્ષક, ધાનપુર,  પ્રાયોજના વહીવટદાર ઝાલોદ,  નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ) સંજેલી, નાયબ વન સંરક્ષક (સા.વ.વિ) દેવગઢબારીયા, . ધાનપુર જ્યારે દાહોદ, જિલ્લા આયોજન અધિકારી. ફતેપુરા દાહોદ ખાતે જ્યારે જિલ્લા પુરવઠા અધિકારી ગરબાડા ખાતે હાજર રહી લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે. ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નોની રજુઆત મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી તેવા મથાળા હેઠળ સંબંધિત ગામના તલાટી/મંત્રીને સંબોધીને તા. ૧૦/૧૦/૨૦૧૮ સુધીમાં આપવાની રહેશે  સમયમર્યાદા સુધીમાં મળેલ અરજીને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સમાવવામાં આવશે. જિલ્લા કલેકટર જિલ્લાના કોઇ પણ તાલુકાની ઓચિંતી મુલાકાત લઇ તાલુકા સ્વાગતના સંચાલનની બાબતો ચકાસશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *