Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

 દાહોદ જિલ્લામાં યોજાનાર નશાબંધી પ્રચારના વિવિધ કાર્યક્રમો

દાહોદ, દાહોદ નશાબંધી અને આબકારી કચેરી દ્રારા બીજી થી આઠમી ઓક્ટોમ્બર  સુધી વ્યસન મુકિત એ જ સાચી શકિત વિષયને આવરી લઇને જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ તથા સરકારી ખાતા કચેરીઓના સહયોગથી વિવિધ પ્રકારના કાર્યક્રમોના આયોજન દ્રારા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. પૂ.મહાત્મા ગાંધીની જન્મ જયંતિથી ભીલ સેવા મંડળ સંચાલિત આદિવાસી કન્યા વિધાલય ખાતે થી કેન્દ્રના આદિજાતિ રાજયમંત્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે કરવામાં આવ્યો હતો.

          તદનુસાર જિલ્લાની જુદી જુદી શાળાઓમાં વિવિધ સંસ્થાઓના સહયોગથી વિવિધ સ્પર્ધાઓ, પ્રતિજ્ઞા વાંચન, પોસ્ટર પ્રદર્શન સહિત સાહિત્ય વિતરણના કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે.

          તા. ૫-૧૦-૨૦૧૮ના રોજ ઝાલોદ તાલુકાના ઝાલોદ તાલુકાના મીરાખેડી ઉત્તર બુનિયાદી વિધાલય મીરાખેડી ખાતે ર્ડા.આંબેડકર સાર્વજનિક યુવક મંડળના સહયોગથી સવારે ૧૧=૧૫ કલાકે જ્યારે ફતેપુરા તાલુકાના તળગામ ઝગોલા પ્રાથમિક શાળા ખાતે ગુરૂગોંવિદસિંહ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, બટકવાડા, તા. સંતરામપુરના સહયોગથી બપોરે ૧૪=૦૦ કલાકે, તા. ૬/૧૦/૨૦૧૮ ના રોજ ર્ડા.આંબેડકર સાર્વજનિક યુવક મંડળ, જેસાવાડાના સહયોગથી સવારે ૧૧=૧૫ કલાકે સંજેલી તાલુકાની પ્રાથમિક શાળા માંડલી ખાતે, જયારે ગુરૂ ગોંવિદસિંહ જન કલાલ સેવા ટ્રસ્ટના સહયોગથી બપોરે ૧૪=૦૦ કલાકે, તા. ૭/૧૦/૨૦૧૮ ના રોજ ર્ડા.આંબેડકર સાર્વજનિક યુવક મંડળ, જેસાવાડાના સહયોગથી દેવગઢબારીયા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળા ખાતે સવારે ૧૧=૧૫ કલાકે, જયારે સંતરામપુર તાલુકાના નાની ભુગેંડી ભીલ સમાજ યુવક મંડળ દ્રારા બપોરે ૧૪=૦૦ કલાકે જન જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજાશે.

          જયારે ૮/૧૦/૨૦૧૮ ના રોજ ર્ડા.આંબેડકર સાવિજનિક યુવક મંડળ, ભીલ સેવા મંડળ, દાહોદ મદદનીશ કમિશનર (આદિજાતિ  વિકાસ)ના સહયોગથી ગરબાડા તાલુકાના જેસાવાડા શ્રી યશવાટિકા કન્યા વિધાલય ખાતે સવારે ૧૧=૧૫ કલાકે સમાપન સમારોહ યોજાશે. સાથે વિવિધ સ્પર્ધાઓ અને સમાજ શિક્ષણ શિબિર યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *