Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

શોપિયાંમાં ૧૩મુસ્લિમ ઉમેદવારો નિર્વિરોધ ચુંટણી જીત્યાઃનિગમ પર પાર્ટીનું નિયંત્રણ પાક્કુ

શ્રીનગર, દક્ષિણ કાશ્મીરના આતંકવાદ પ્રભાવિત શોપિયાં જીલ્લાની સ્થાનિક એકમોની નગરપાલિકામાં ભાજપના ૧૩ ઉમેદવારોનની નિર્વિરોધ જીતની સાથે નિગમ પર પાર્ટીનું નિયંત્રણ પક્કુ થઇ ગયું છે.એ યાદ રહે કે રાજયના મુખ્ય પક્ષો નેશનલ કોન્ફરન્સ અને પીડીપીએ બંધારણની કલમ ૩૫એને સુપ્રીમ કોર્ટમાં પડકારો આપવાને લઇ ચુંટણીનો બહિષ્કાર કર્યો છે અને આતંકવાદી સમૂહોની ધમકીઓને કારણે અન્ય લોકો પણ ચુંટણી પ્રક્રિયાથી દુરી બનાવી રાખી છે.સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે તમામ અથડામણોની સાક્ષી રહેલ શોપિયાં જીલ્લામાં ૧૭ સભ્યોવાળી સ્થાનીક નગર નિગમ છે. તેમાંથી ભાજપે ૧૩ ઉમેદવારો ઉભા રાખ્યા હતાં જયારે ચાર બેઠકો પર કોઇએ ઉમેદવારીપત્રક ભર્યું ન હતું.
ચુંટણી અધિકારીએ જણાવ્યું હતું કે શોપિયા નગર સમિતિના ૧૩ વોર્ડ માટે અમે ફકત એક એક ઉમેદવારી મળી છે જયારે ચાર અન્ય પર કોઇએ ઉમેદવારીપત્રક ભર્યું ન હતું. રાજય ભાજપે આ એતિહાસિક જીત બતાવી છે.જમ્મુ કાશ્મીર ભાજપ પ્રમુખ રવિન્દ્ર રૈનાએ કહ્યું કે અમારો લક્ષ્ય તમામનો વિકાસ છે અને તમામ લોકોની સાથે ન્યાય કરીશું.અમે ખુબ ખુશ છીએ જા કે રાજનીતિક નીરીક્ષકોને ભાજપની આ જીત કંઇ ખાસ લાગી રહરી નથી કારણ કે નેકાં અને પીડીપી ચુંટણી મેદાનમાંં નથી
દરમિયાન આતંકવાદી સમૂહોના ભયથી રાજયની ચુંટણી મશીનરી ગોપનીય બનાવેલ છે અને આ સુનિશ્ચિત કરી રહી છે કે જીતનાર અને નામાંકન ભરનાર ઉમેદવારોના નામ લીક ના થાય.ભાજપપ નેતા રૈનાએ નેકાં અને પીડીપી નિશાન સાધતા કહ્યું કે શહેરી સ્થાનિક નગર નિગમની ચુંટણી બહિષ્કાર કરી બંન્ને પક્ષોએ લોકતાંત્રિક પ્રક્રિયાને મજાક બનાવી છે.એ પુછવા પર કે શું શોપિયાંથી જીતનાર ઉમેદવારોમાં કોઇ કાશ્મીરી પંડિત પણ છે રૈનાએ કહ્યું કે તમામ ૧૩ લોકો સ્થાનિક મુસલમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *