શ્રીનગરની હોસ્પિટલમાં ફાયરિંગ, બે આતંકીઓને છોડાવી ગયા, ૧ પોલીસ જવાન શહીદ

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના શ્રી મહારાજા હરિ સિંહ હોસ્પિટલની અંદર આતંકવાદીઓએ હુમલો કરી એક પાકિસ્તાની આતંકવાદી નાવીદને છોડાવી લીધો. પાકિસ્તાની આતંકવાદી નાવીદને છોડાવવા માટે પહોંચેલા આતંકવાદીઓ અને પોલીસની વચ્ચે ગોળીબાર થયો છે.
પાકિસ્તાની આતંકી નાવિદ ઉર્ફે અબુ હંઝુલા સહિત બે લોકો ફરાર થઈ ગયાં છે. આતંકીઓ દ્વારા કરવામાં આવેલાં ફાયરિંગમાં પોલીસના બે કર્મચારીઓ ઘાયલ થયા હતા, જેમાંથી એક જવાન શહીદ થયાં છે. હુમલા બાદ સિક્યોરિટી ઓફિસર્સે સમગ્ર વિસ્તારમાં ઘેરા બંધી કરી ફરાર આતંકીઓને પકડવાની તજવીજ શરૂ કરી છે. પ્રાથમિક વિગત મુજબ પોલીસવાળા ૬ આતંકીઓને હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા માટે લાવ્યાં હતા.
પ્રાથમિક માહિતી મુજબ કેટલાંક આતંકીઓના મેડિકલ ચેકઅપ માટે પોલીસ કર્મચારીઓ તેને મહારાજા હરીસિંહ હોસ્પિટલમાં લાવ્યાં હતા. જેમાં એક પાકિસ્તાની આતંકી નાવિદ ઉર્ફે અબુ હંઝુલા પણ સામેલ હતો. આ દરમિયાન કેટલાંક તેને પોલીસવાળાની રાયફલ ઝુંટવી હતી અને ફાયરિંગ શરૂ કર્યું હતું. હંઝુલાના ફાયરિંગ બે પોલીસ કર્મચારી ઘાયલ થયાં હતા જેમાંથી એક પોલીસ કર્મચારી શહીદ થયાં છે. ફાયરિંગ બાદ પાકિસ્તાની આતંકી નાવિદ ઉર્ફે અબુ હંઝુલા સહિત બે આતંકીઓ ફરાર થવામાં સફળ રહ્યાં છે. હંઝુલા થોડાં સમય પહેલાં જ થયેલાં ઉધમપુર હુમલામાં સામેલ હતો. જેને થોડાં સમય પહેલાં જ શોપિયાંથી પકડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.
હુમલા પછી શ્રીનગરના જીજીઁ ઈમ્તિયાઝ ઈસ્માઇલે કહ્યું કે, “અમે તમામ આતંકીઓને ચેકઅપ માટે હોસ્પિટલ લાવ્યાં હતા, જે દરમિયાન તેઓએ અમારા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક આતંકી ફરાર થવામાં સફળ રહ્યો છે.”
પ્રાપ્ત થતી માહિતી મુપજબ ફરાર થયેલો આતંકી નાવિદ પાકિસ્તાનનો રહેવાસી છે. થોડાં સમય પહેલાં તેને સુરક્ષા જવાનોએ કુલગામ હુમલા દરમિયાન શોપિયાંથી પક્ડયો હતો. નાવિદ પર ઉધમપુરમાં મ્જીહ્લના કાફલા પર હુમલો કરવાનો આરોપ છે. માનવામાં આવે છે કે આતંકીઓ આ નાવિદ ઉર્ફે અબુ હંઝુલાને છોડાવવા જ આવ્યાં હતા જેમાં તેઓને સફળતા મળી છે. પોલીસ અને સેનાએ સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ અભિયાન શરૂ કર્યું છે કે જેથી નાવિદ અને તેના સાથીઓ પકડાય જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *