પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ભડકો, ૭૩ રૂપિયે પહોંચ્યા ભાવ

ન્યુ દિલ્હી, પેટ્રોલ અને ડિઝલના ભાવમાં મંગળવારે જૂના રેકોર્ડ બ્રેક કરે તેવો ભાવ વધારો જોવા મળ્યો હતો. મંગળવારે મુંબઇમાં પેટ્રોલની કિંમત ૮૧.૨૪ નોંધવામાં આવી છે. ત્યાં જ ડિઝલ છે ૬૮.૩૯ રૂપિયા. પેટ્રોલની કિંમતમાં ૭ પૈસા અને ડિઝલની કિંમતમાં ૯ પૈસાનો વધારો થયો છે. ત્યાં જ દિલ્હીમાં પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ ૭૩.૮૮ રૂપિયા અને ડિઝલ ૬૪.૨૨ રૂપિયા પ્રતિ લીટર નોંધવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ અમદાવાદમાં પેટ્રોલના ભાવ ૭૨.૭૮ પહોંચ્યા છે. અને ડિઝલ પણ ૬૯.૬ રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. માનવામાં આવતું હતું કે કેન્દ્ર સરકારના બજેટમાં પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવોને ઓછા કરવા માટે ખાસ સહાય કરવામાં આવશે.
પણ બજેટમાં પણ કોઇ રાહત સામાન્ય લોકોને નથી મળી. વધુમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ રોજ રોજ વધી રહ્યા છે. જો કે નાણાં મંત્રી અરુણ જેટલીએ ૧ ફેબ્રુઆરીએ જે યુનિયન બજેટ રજૂ કર્યું હતું. તે વખતે પેટ્રોલ અને ડિઝલને જલ્દી જ જીએસટી અંતર્ગત લેવાની વાત કરી હતી. નોંધનીય છે કે પેટ્રોલ મંત્રાલયે પણ નાણાં મંત્રીને બજેટમાં પેટ્રોલ અને ડિઝલના ભાવને અંકુશમાં લાવવા માટે અપીલ કરી હતી. પણ બજેટમાં કોઇ ખાસ પગલાં આ માટે ઉઠાવવામાં નહતા આવ્યા. જેના કારણે હાલ સામાન્ય માણસને મોંધવારીમાં આ વધતા પેટ્રોલ અને ડિઝલના ભાવોના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અગાઉ મોદી સરકારે બજેટમાં ૨ રૂપિયાની બેસિક એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો, ૬ રૂપિયાની એડિશનલ એક્સાઇઝ ડ્યૂટી ખતમ કરી પરંતુ તેના બદેલ ૮ રૂપિયા પ્રતિ લીટર રોડ સેસ લગાવી દીધો. ૮ રૂપિયાનો ફાયદો થઇ શકતો હતો, પરંતુ આ ફાયદો જનતા સુધી પહોંચવાના બદલે સરકારના ખિસ્સામાં સરકી ગયો.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઓક્ટોબરમાં છેલ્લી વખત એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવામાં આવી હતી. તે સમયે પેટ્રોલના ભાવ દેશમાં અંદાજિત ૮૦ રૂપિયા પ્રતિ લીટર થવાના હતા.
લોકોના મનમાં સવાલ થઇ રહ્યા છે કે આ ભાવ વધારો કેમ. કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમત સતત ઘટી રહી છે.
છેલ્લા ૩ વર્ષ દરમ્યાન આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ૫૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે. જ્યારે ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. ૧૩ સપ્ટેમ્બરે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમત ૩૦૯૩ રૂપિયા પ્રતિ બેરલ છે. ૨૦૧૪માં એક બેરલ ક્રૂડ ઓઇલની કિંમત ૬ હજાર રૂપિયા હતી. છેલ્લા ૩ વર્ષમાં ક્રૂડ ઓઇલમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને મળ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *