પંચમહાલ જિલ્લાની તમામ અદાલતોમાં ૧૦ મી ફેબ્રુઆરીએ નેશનલ લોક અદાલત યોજાશે

ગોધરા, પંચમહાલ જિલ્‍લાની તમામ અદાલતોમાં 10 ફેબ્રુઆરીના રોજ નેશનલ લોક અદાલત યોજાનાર છે. જેમાં ફોજદારી સમાધાન પાત્ર કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ના કેસો, બેંક રીકવરી દાવા, એમ.એ.સી.પી. ના કેસો, લગ્ન વિષયક તકરારના કેસો, લેબર તકરારના કેસો, જમીન સંપાદન વગેરે કેસોનો સમાવેશ થાય છે.

 નાલ્સાના એક્શન પ્લાન મુજબ  પંચમહાલની તમામ અદાલતોમાં 10મી ફેબ્રુઆરીના રોજ  નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. લોક અદાલત તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણ ફોરમ છે. પંચમહાલ જિલ્‍લાના તમામ પક્ષકારોએ પોતાના પેન્ડિંગ કેસોમાં સમાધાનથી તકરારનું નિવારણ કરવા માંગતા હોય તેમણે તેમના વકીલ મારફ્ત તેમના કેસોને લોક અદાલતમાં મુકવા અનુરોધ છે. જેથી ન્યાય ઝડપથી મળી રહે. વધુમા આર્થિક રીતે અને સમયની બચત પણ કરી શકાય છે. લોક અદાલત અંગે માહિતી માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફોન નંબર ૦૨૬૭૨-૨૫૧૧૬૧ પર સંપર્ક કરી શકાશે. તાલુકા કક્ષાની કોર્ટમાં પેન્ડિગ કેસો માટે તાલુકા કોર્ટનો સંપર્ક કરી શકાશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *