દેવગઢ બારીયા અને લીમખેડા વિસ્તારમાંથી ગેરકાયદે ખનીજ વહન કરતા 33 વાહનો ઝડપાયા, તમામને પોલીસ સ્ટાશનમાં મુકાયા

દાહોદ. જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ લીમખેડા પ્રાંત અધિકારી દ્વારા પોલીસ અને ખાણખનીજ વિભાગની વિવિધ ટીમો બનાવીને પંથકમાંથી ગેરકાયદે અને ઓવરલોડ રેતી સહિતના ખનીજનું વહન કરતા વાહનો પર તવાઈ બોલાવી હતી. જેમાં દેવગઠ બારીયા અને લીમખેડા પંથકમાં 33 વાહનો ટીમો દ્વારા ઝડપી પાડીને પોલીસને સોપવામાં આવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ જિલ્લા કલેકટર જે.રંજીથકુમારની સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારીની દોરવણી હેઠળ ગેરકાયદેસર રીતે રેતી પરિવહન કરતાં ટ્રક ચાલકો વિરુદ્ધ કાર્યવાહીનું અભિયાન હાથ ધરાયું હતું. જેમાં ખાણ – ખનીજ વિભાગનાં અધિકારીઓ , સ્ટાફ, ARTO તથા સ્ટાફ, લીમખેડા મામલતદાર સ્ટાફ, દેવગઢ બારીયા PSI, સાગટાળા PSI, લીમખેડા PSI, Dysp ના રીડર PSI તથા અન્ય પોલીસ કર્મચારીઓ વિગેરેની સંયુક્ત ટીમ દ્વારા લીમખેડા – દેવગઢ બારીયા રસ્તા ઉપર તેમજ પીપલોદ – દેવગઢ બારીઆ રસ્તા ઉપર ટીમો બનાવી ઓપરેશન હાથ ધરાયું હતું. સ્પેશીયલ ઓપરેશન દરમિયાન ક્ષમતા કરતા વધુ રેત ખનીજો ભરેલા ટ્રક, ડમ્પર, ટ્રેલર સહિતનાં 33 વાહનો ઝડપયા હતા. સંયુક્ત ટીમ દ્વારા 29 જેટલાવાહનો દે.બારીઆ તથા 4 વાહનો લીમખેડા પોલીસ મથકમાં સુપ્રત કરવામાં આવતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *