દાહોદ – ગોધરા હાઇવે પર બે જગ્યાએ હાઇવે રોબરી ગેંગનો તરખાટ, ટાયરમાં પંકચર પાડી બે ફોર વ્હીલ ગાડીમાંથી કુલ ૧,૭૮,૦૦૦ની મતાની લુંટ

દાહોદ જિલ્લાના દે.બારીયા તાલુકામાં બે જુદી જુદી જગ્યાએ બનેલ હાઇવે રોબરીના બે બનાવો પૈકીનો એક બનાવ દે.બારીયાના અસાયડી થી થોડે દુર રેબારી ઘાટીમાં ગત માસની ૧૫ મી તારીખે રાતના સવા દશ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો જેમાં આશરે દશ જેટલા હાઇવે રોબરી ગેંગના લુંટારુ ઓએ પોતાનો કસબ અજમાવી ત્યાંથી નીકળેલ દાહોદ શહેરના ગોદી રોડ પર હકીમી સોસાયટીમાં રહેતા એક વ્હોરા પરિવારની જીજે ૧૭ બી એ-૦૮૪૧ નંબરની ટાવેરા ગાડીના ટાયરમાં પંકચર પાડી ગાડીમાં બેઠેલ વ્હોરા પરિવારના સભ્યોને લાકડી,ધારીયા જેવા મારક હથીયારો બતાવી જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી તેઓની પાસેથી સોના-ચાંદીના દાગીનામાં રૂપિયા ૪૦૦૦-ની કિંમતની સોનાની વીંટી નંગ-૧ રૂપિયા ૨૦,૦૦૦-ની કુલ કિંમતની સોનાની વીંટી નંગ-૪ રૂપિયા ૪૦,૦૦૦-ની કુલ કિંમતની સોનાની બંગડી નંગ-૪ રૂપિયા ૨૦,૦૦૦-ની કિંમતનો સેમસંગ મોબાઇલ નંગ-૧ રૂપિયા ૩૦,૦૦૦-ની રોકડ તથા રૂપિયા ૧૫,૦૦૦-ની કુલ કિંમતની કાંડા ઘડીયાળ નંગ-૨ મળી કુલ રૂપિયા ૧,૨૯,૦૦૦-ની મતા લુંટી લુટારુઓ નાસી ગયા હતા
આ સંબંધે દાહોદ શહેરના ગોદી રોડ હકીમી સોસાયટી ખાતે સેફ વિલામાં રહેતા ૬૮ વર્ષીય વ્હોરા વેપારી સોયેબભાઇ કરીમભાઇ ચાતી (વ્હોરા)એ ઘટનાના ૨૧ દિવસ બાદ ગત રોજ દે.બારીયા પોલિસ સ્ટેશને ફરીયાદ નોંધાવતાં આ સંદર્ભે પોલિસે ઇપીકો કલમ મુજબ લુંટનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
જયારે લુંટનો બીજો બનાવ ગત રાતે સાડાદશ વાગ્યાના સુમારે પંચેલા ગામે ઘનશ્યામ હોટલથી આગળ પીકપ સ્ટેન્ડ પાસે બનવા પામ્યો હતો
જેમાં ચાર જેટલા અજાણ્યા લુંટારુઓએ લીમખેડાના ચિત્રકુટ સોસાયટી કોર્નર ફોરેસ્ટ કોલોનીની બાજુમાં રહેતા ૩૦ વર્ષીય વેપારી યજ્ઞેશકુમાર દિલીપભાઇ જયસ્વાલની ત્યાંથી પસાર થતી જીજે૨૦એન-૭૪૭૧ નંબરની એસેન્ટ કારના ટાયરમાં પંકચર કરી ગાડીમાં બેઠેલ ઇસમોને ડરાવી ધમકાવી સોનાની ચેઇન,સોનાનું મંગળસુત્ર સાનાની બુટ્ટી તેમજ રૂપિયા ૫૦૦૦-ની રોકડ રૂપિયા ૧૦૦૦-ની કુલ કિંમતના મોબાઇલ નંગ-૨ મળી કુલ રૂપિયા ૪૯૦૦૦-ની મતા લુંટીને અંધારાનો લાભ લઇ નાસી ગયા હતા
આ સંબંધે લીમખેડા નગરમાં ચિત્રકુટ સોસાયટી કોર્નર ફોરેસ્ટ કોલોનીની બાજુમાં રહેતા યજ્ઞેશકુમાર દીલીપભાઇ જયસ્વાલે દે.બારીયા પોલિસ સ્ટેશને ફરીયાદ નોંધાવતાં પોલિસે આ સંદર્ભે ઇપીકો કલમ મુજબ લુંટનો ગુનો નોંધી આગળ તપાસ હાથધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *