ભીલ પ્રદેશ વિધાર્થી મોરચા દ્વારા આદિવાસીઓને લૂંટારુ કહેનાર ભાજપના ઉમેદવાર સતીષ પટેલના પુતળાનું દહન

દાહોદ ,  વડોદરા જિલ્લાની કરજણ બેઠક પર ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર ચૂંટણી પ્રચાર દરમિયાન ખેડૂતના ઉભા પાકને આદિવાસીઓ લૂંટી જાય છે. તેમ કહીને આદિવાસી સમાજને લૂંટારો ગણાવીને અપમાન કરતા સમગ્ર સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. તેના ઘેરા પડઘા દાહોદ જિલ્લામાં પણ પડ્યા હતા. આદિવાસી સમાજને લૂંટારૂ કહેવાની ઘટનાના કારણે આદિવાસી સમુદાયની લાગણી દુભાવા પામી હતી. જેના કારણે દાહોદ જિલ્લામાં આદિવાસી પરિવારે આખી ઘટનાને વખોડી કાઢી હતી જ્યારે દાહોદ જિલ્લાના ઝાલોદ મુકામે ભીલ પ્રદેશ વિધાર્થી મોરચા દ્વારા સતીષ પટેલના પુતળા સાથે સુત્રોચ્ચાર રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. ભીલ પ્રદેશ વિધાર્થી મોરચાના કાર્યકરો દ્વારા ઝાલોદ નગરની સંતરામુર ચોકડી ( ઝાલા વસૈયા ચોક ) મુકામે રેલી કાઢીને બસ સ્ટેન્ડ પાસે સતીષ નિશાળીયાના પુતળાનું દહન કરવામાં આવ્યુ હતું.તેમજ સુત્રોચ્ચાર કરીને કરીને ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. જ્યારે દાહોદ શહેરના ઝાલોદ રોડ પર આવેલી કોલેજ પર પણર્ ભીલ પ્રદેશ વિધાર્થી મોરચા દ્વારા પણ સતીષ પટેલ હાય હાયના નારા સાથે તેના પુતળાનું દહન કરીને વિરોધ સાથે રોષ પ્રદર્શીત કરવામાં આવ્યો હતો. જ્યારે ગરબાડા મુકામે આવેલી ગાગંરડી ચોકડી મુકામે સતીષ પટેલના પુતળાનું સુત્રોચ્ચાર સાથે પુતળાનું દહન કરવાના સમયે પોલીસ આવી પહોચી હતી. પોલીસે પુતળાનું દહન કરે તે પહેલા તેમની પુતળા સાથે અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસ અટકાયતમાંથી છુટકારા બાદ યુવાનોએ પુતળાનું દહન કરીને વિરોધ પ્રદર્શીત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *