Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

પ્રથમ તબક્કાના ૧૯ જિલ્લાઓમાં ૮૯ બેઠકો માટે ચૂંટણી, ૨.૧૨ કરોડ લોકો વીવીપેટ હેઠળ કરશે મતદાન

આજે કચ્છ-સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના મતદારો નક્કી કરશે પરિવર્તન કે પુનરાવર્તન
ગાંધીનગર,સમગ્ર દેશની જયાં નજર કેન્દ્રીત છે તે ગુજરાતની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાવાનુ છે આ માટેની તમામ તૈયારીઓ પુરી થઇ ગઇ છે. પ્રથમ તબક્કામાં રાજયની ૧૮રમાંથી ૮૯ બેઠકો ઉપર મતદાન થશે. આ માટે પ૭ મહિલાઓ, ૪૪૩ અપક્ષો સહિત ૯૭૭ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે. આ વખતે વીવીપીએટીનો ઉપયોગ કરવામાં આવશે. રાજયના કુલ ૪.૩પ કરોડ મતદારોમાંથી ર.૧ર કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન માટે પ૦૧ર૮ બુથો ઉભા કરવામાં આવ્યા છે. આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છ અને દ.ગુજરાતના ૧૯ જિલ્લાઓમાં મતદાન થવાનુ છે જેમાં પ૦ ટકા મતદારો ૪૦ વર્ષથી ઓછી ઉંમરના છે. આવતીકાલે મુખ્યમંત્રી રૂપાણી સહિત દિગ્ગજોનું ભાવિ નક્કી થશે. આવતીકાલે યોજાનારા મતદાનમાં પાટીદારોનું વલણ કઇ તરફ રહેશે એ બાબતને લઇને ભારે ચર્ચા છે. અનેક બેઠકો ઉપર રસપ્રદ જંગ ખેલાવાનો છે. સૌનુ ધ્યાન રાજકોટ-૬૯ ઉપર ધ્યાન કેન્દ્રીત છે જયાં મુખ્યમંત્રી ચૂંટણી લડી રહ્યા છે.

મુખ્યમંત્રી રૂપાણી, જીતુ વાઘાણી, શકિતસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડીયા, પરેશ ધાનાણી વગેરેની પ્રતિષ્ઠા દાવ ઉપર
ગુજરાત વિધાનસભા માટે બે તબક્કામાં યોજાઇ રહેલી ચૂંટણીમાં પહેલા તબક્કાના મતદાન માટે ગણતરીના કલાકો રહ્યાં છે. ભાજપ કોંગ્રેસના પ્રચારના ઢોલનગારાંએ મારી શકાય એટલો દમ મારી લીધો છે અને પહેલા તબક્કા માટેના મતદાનમાં મતદારોનો ઝોક પોતાના ફાળે આવી જાય તેની આશાઓ સેવી લીધી છે. આ જંગમાં કુલ ૮૯ બેઠકોનો સમાવેશ થાય છે જેમાં કેટલીક બેઠકોનો જંગ દ્યણો મહત્ત્વનો બની રહેનાર છે. આ બેઠકો પર ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડી રહ્યાં છે. બન્ને પક્ષોએ જોરશોરથી ચૂંટણી પ્રચાર પણ કર્યો છે. પ્રથમ તબક્કાની ચૂંટમીમાં વર્તમાન સીએમ વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાદ્યાણી, કોંગ્રેસના બે સીનીયર નેતા શકિતસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયાની પ્રતિષ્ઠા દાવ પર છે. આ તબક્કામાં થનારા મતદાનથી ભાજપમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાદ્યાણી, પ્રધાન બાબુ બોખીરીયા જેવા દિગ્ગજોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે. સામે પક્ષે કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતા પૂર્વ પ્રદેશપ્રમુખ અર્જુન મોઢવાડિયા, નૌશાદ સોલંકી, શકિતસિંહ ગોહિલની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.
પહેલાં તબક્કાના મતદાનમાં ૮૯ બેઠક પર કુલ ૯૭૭ ઉમેદવાર મેદાનમાં છે. જેમાં ૧૦ તાલુકા, ૯૩૯ ગામડાં અને છ નગરપાલિકા વિસ્તાર આવે છે. તો જિલ્લાની દ્રષ્ટિએ જોઇએ તો કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરુચ, સૂરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના મતદારો તેમનો આગામી વિધાનસભ્ય કોણ તે ચૂંટી લેશે. આમ, પહેલા તબક્કામાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થઇ જાય છે.
આ વિસ્તારોમાં થનારું મતદાન રાજકારણના રણમેદાનમાં ભાજપ કોંગ્રેસ બંને માટે ખરાખરીના ખેલ જેવું છે. સૌરાષ્ટ્રની ૫૪ બેઠક અને દક્ષિણ ગુજરાતની ૩૫ બેઠક છે. ૨૦૧૨દ્ગક્ન પરિણામોમાં સૌરાષ્ટ્રની ૫૪ બેઠકમાં ભાજપે ૩૪ અને કોંગ્રેસે ૨૦ બેઠક મેળવી હતી. આ ગણિત આ વખતે ખોરવાય તે ભાજપને પરવડે તેમ નથી. સૌરાષ્ટ્રમાં મોટી વસતી પટેલોની છે જેમાં લેઉવા પટેલ વધુ છે. આ વિસ્તારમાં ઓછામાં ઓછી ૩૮ બેઠક પર પટેલ સમુદાયના મત કોઇપણ પક્ષને સારી જીત માટે આવશ્યક બની જાય છે. એટલે કે પટેલોની મરજીથી અહીં ચૂંટણી જીતાય છે.
આ સંજોગોમાં ૨૦૧૪માં પીએમ બનીને નરેન્દ્ર મોદીએ ગુજરાત છોડ્યું ત્યારથી પટેલ સમુદાય પર ભાજપની પકડ ઢીલી પડી હોવાનું વિપક્ષનું ગણિત છ. અનામતનો પલીતો ચાંપીને હાર્દિક પટેલ દ્વારા કોંગ્રેસે પાટીદારોને ભાજપથી અળગા કરવામાં દ્યણું જોર તો પ્રચારકાર્યમાં લગાવ્યું છે. પાટીદારોને છંછેડીને ભાજપથી વિમુખ કરાવવા માટે કરેલાં પ્રયાસોના પહેલાં પરિણામરુપે છેલ્લે આ વિસ્તારમાં થયેલી જિલ્લા પંચાયત ચૂંટણીમાં સૌરાષ્ટ્રની ૧૧માંથી ૮ પર કોંગ્રેસનો વિજય થયો હતો એ પણ ભાજપને માટે ચિંતાનો વિષય બન્યો છે. જોવાનું એ રહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં પણ એવા પરિણામ જનતા જનાદેશમાં મળે છે કે કેમ.
૨૨ વર્ષથી ભાજપને જીતનો સાફો બંધાવી આપતો સૌરાષ્ટ્રનો પાટીદારવર્ગ કોંગ્રેસ-હાર્દિકની નક્કી કરેલી અનામત ફોર્મ્યૂલા ભલે જાણતો ન હોય પણ આપણો હાર્દિક ગણીને મંજૂર રાખે છે કે કેમ તે પણ આ મતદાનથી જાણવા મળી જશે. ટિકીટ લેવા દરમિયાન પાસના પટેલોએ કરેલી તોડફોડ બાદ તેમની સત્તા લાલસા ખુલીને સામે આવી છે અને હાર્દિક પણ કોંગ્રેસની સભાઓમાં જોવા મળ્યો છે ત્યારે કોંગ્રેસને પટેલોનો સથવારો મળે તો બાત બની જાય એમ છે. સતા પર ન આવે તો પણ તેની બેઠકોમાં વધારો અને વોટિંગ શેર વધવાનો આસાર પટેલોની હામી પર છે.દિગ્ગજ ઉમેદવારની છાપ સાથે ચૂંટણી હારવી કોઇપણ પક્ષના મોટા નેતા માટે મોટો સેટબેક સાબિત થતી હોય છે. શાખનો, પ્રતિષ્ઠાનો જંગ બની જાય છે કે તેમના માટે ચૂંટણી જીતી જવી શ્વાસ લેવા જેવી મહત્ત્વની બાબત બની જાય છે. પહેલા તબક્કામાં કેટલીક બેઠક એવી પ્રતિષ્ઠાના જંગની છે જેમાં કોંગ્રેસ અને ભાજપે પોતાના દિગ્ગજોને મેદાનમાં ઊતાર્યાં છે. આ તબક્કામાં રાજકોટમાં તો ખુદ મુખ્યપ્રધાન પોતે લડી રહ્યાં છે. ઉપરાંત ભાજપ અધ્યક્ષ જીતુ વાદ્યાણી, પ્રધાન બાબુ બોખીરીયા, જયેશ રાદડીયા, જસા બારડ ભાજપમાંથી લડશે. જામનગરથી લડતાં બંને ઉમેદવારો રાજયસભા ચૂંટણી દરમિયાન ભાજપમાં આવનારા રાઘવજી પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ છે. જયારે કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા, નૌશાદ સોલંકી, શકિતસિંહ ગોહિલ, કુંવરજી બાવળીયા, પરેશ ધાનાણી છે.
પ્રચારકાર્ય પૂર્ણ થયાં પછી આવતાં કલાકોમાં મતદારોનો સીધો સંપર્ક કરી પોતાને વોટ આપવાની વિનંતી કરવા માટે આ તમામ નેતાઓ મતદારોને આંગણે ઉતરશે અને હાથ જોડશે. ત્યારે આ નેતાઓની વિનંતી સ્વીકારવી કે નહીં તેનો દડો જનતા જનાર્દનના ખોળે આવી ગયો છે અને ૯ ડીસેમ્બરે કચકચાવીને મતદાન કરી પોતાનો નિર્ણય આપી દેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *