ગુજરાતની પ્રજા વંશવાદને નહીં વિકાસને સમર્થન આપશે : અમિત શાહ

રાહુલ ગાંધી પર્યટન સમજી ગુજરાત આવે છે,કોંગ્રેસે સરદાર સાથે કર્યો અન્યાય
ભાવનગર,ભાવનગર પશ્ચિમ પરથી આજે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પહેલા જીતુભાઈ વાઘાણી અને અમિત શાહે એક રોડ શો કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રોડ શો બાદ જીતુ વાઘાણી અને અમિત શાહે ચૂંટણી સભાની સંભોધી હતી.
આ પ્રસંગે સંબોધન કરતા અમિત શાહે કહ્યું હતું કે હું અહીં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નહીં પણ જીતુ વાઘાણીને મિત્ર તરીકે તેમને જીતાડવા માટે આવ્યું છું. વધુમાં અમિત શાહે ભાવનગરની જનતા સમક્ષ આ સમયે કોંગ્રેસને પણ આડે હાથ હાથે લીધી હતી. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પાસે કોઇ મુદ્દો જ નથી. મેં તેમના આટલા ભાષણો સાંભળ્યો તેમનો શું મુદ્દો છે તે જ નથી સમજાતું. કોંગ્રેસ પાસે નરેન્દ્ર ભાઇના વિરોધ સિવાય કોઇ મુદ્દો નથી. પણ ભાજપ પાસે ગુજરાતના વિકાસનો મુદ્દો છે. અને તે મુદ્દા સાથે જ ભાજપ આગળ વધી રહી છે. શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, તેમના શાસનમાં સરદાર સાહેબને ભારત રત્ન ન મળ્યો, સંસદના સેન્ટ્રલ હોલમાં ફોટો ન લાગ્યો.

શાહની હાજરીમાં ભાવનર પશ્ચિમ બેઠક પરથી વાઘાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યું
સાથે જ તેમણે કહ્યું કે હવે લોકોને તે નક્કી કરવાનું રહે છે કે ૧૯૯૫ પહેલા કોંગ્રેસે જે જાતિવાદની રમત રહી હતી તે પર જવું છે કે મોદીની વિકાસ, તેમણે નક્કી કરવું પડશે કે તેમને જાતિવાદનું સમર્થન કરવું છે કે મોદીના વિકાસવાદને સમર્થન આપવું છે. અમિત શાહે કહ્યું કે ૧૮ વર્ષના નવા મતદારને પૂછો કે કર્ફ્યૂ એટલે શું? તેમને ખબર જ નથી. કોંગ્રેસના એ કર્ફ્યૂના દિવસો હવે પાછા નહીં લાવવા દઇએ.
આ જનસભામાં અમિત શાહે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ટીખળ કરવાનું ચૂક્યા નહતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ ગુજરાતને પર્યટન સેન્ટર માની લીધું છે. તે દર ત્રણ દિવસ અહીં આવી જાય છે. તેમણે કહ્યું કે ભલે રાહુલ અહીં આવે પણ રાહુલ ગાંધીએ ૧૦ વર્ષનો હિસાબ પણ આપે. કે તેમની સોનિયા મનમોહનની સરકારે ગુજરાત માટે જ્યારે કેન્દ્રમાં તેમની સરકાર હતી ત્યારે શું કર્યું. પીએમ મોદીએ તો આવતાની સાથે જ નર્મદા મુદ્દે ગુજરાતને રાહત આપી હતી. સર્જીકલ સ્ટ્રાઇલ કરી વિદેશમાં ભારતનું નામ રોશન કર્યું હતું પણ રાહુલ ગાંધી અને તેમની કોંગ્રેસની સરકારે શું કર્યું તેનો હિસાબ અમિત શાહે માંગ્યો હતો. સાથે જ આ પ્રસંગે તેમણે ૧૫૦ સીટો પર ભાજપની આવનારી ચૂંટણીમાં જીત થાય તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
અમિત શાહ અને જીતુ વાઘાણીની સભામાં ભાવનગર નજીક આવેલા બુધેલ ગામના પૂર્વ સરપંચ દાનસંગ મોરી હાજર રહ્યા હતા. તેમની સાથે અન્ય નારાજ લોકો પણ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે દાનસંગ મોરી સામે થયેલા પોલીસ કેસ જીતુભાઈ વાઘાણીના ઈશારે કરવામાં આવ્યાના આરોપસર રાજ્યભરમાં ઠેર ઠેર વાઘાણી વિરુદ્ધ પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. રાજપૂતોએ જીતુ વાઘાણી જ્યાં જ્યાં જશે ત્યાં વિરોધ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. જોકે, બાદમાં બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *