દાહોદ વિધાનસભાનું બીજા દિવસે એક પણ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી ફોર્મ ભર્યુ નહી

 

દાહોદ – ગુજરાત વિધાન સભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૭ અંતર્ગત દાહોદ જિલ્લાની છ બેઠકો માટે ૧૪ મી ડિસેમ્બર,૨૦૧૭ના રોજ ચુંટણી યોજાનાર છે. વિધાનસભાની બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિથાના બીજા દિવસે એક પણ ઉમેદવારી નોંધાઇ નથી. આ ચુંટણીનું જાહેરનામું સોમવારે પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. જેથી વિધાનસભાની ચુંટણી લડવા ઇચ્છુક ઉમેદવાર તા.૨૭-૧૧- ૨૦૧૭ના રોજ બપોરના ૧૫-૦૦ કલાક સુધી ઉમેદવારીૉ નોંધાવી શકશે. એમ જિલ્લા ચુંટણી અધિકારી જે.રંજીથકુમારે જણાવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *