દાહોદ જિલ્લામાં મારા મારીના બે બનાવમાં ત્રણ મહીલા સહીત પાંચને ઇજા

દાહોદ,  દાહોદ જિલ્લાના  લીમખેડા તાલુકાના કુન્લી ગામે બપોરના ત્રણેક વાગયાના સુમારે બનવા પામ્યો હતો જેમાં કુન્લી ગામના ચૌહાણ ફળીયામાં રહેતા હમીરભાઇ દલસુખભાઇ ચૌહાણ તથા તેની પત્ની કાગડી બેન હમીરભાઇ ચૌહાણ એમ બંને પતિ-પત્ની પોતાના ખેતરમાં કામ કરી રહયા હતા તેવખતે તેમના ગામના અને ફળીયાના નવીનભાઇ સનાભાઇ ચૌહાણ,શૈલેષભાઇ લ્ક્ષમણભાઇ ચૌહાણ લ્ક્ષમણભાઇ સનાભાઇ ચૌહાણ તથા સનાભાઇ ગમાભાઇ ચૌહાણે આવી ગાળોબોલી તમો મોટા ભગત થઇ ગયા છો.અને અમારી સાથે અણગમો રાખો છો.તેમકહી નવીનભાઇ એ તેના હાથ માની પંજેટીની મુંદર હમીરભાઇને ડાબા ખભા પર મારી ફેકચર કરી લ્ક્ષમણભાઇ તથા સનાભાઇ એ ગડદાપાટુનો માર મારી ઇજાઓ કરી તેમજ લ્ક્ષમણભાઇ સનાભાઇએ તેના હાથમાની  લાકડી હમીરભાઇ ને કમરના ભાગે મારી ઇજાઓ કરી હતી અને જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી હતી. આ સંબંધે કુન્લી ગામના ચૌહાણ ફળીયામાં રહેતી કાગડીબેન હમીરભાઇ ચૌહાણે લીમખેડા પોલિસ સ્ટેશને ફરીયાદ નોંધાવતાં પોલિસે આ સંદર્ભે ઇપીકો કલમ મુજબ ગુનો નોંઘી આગળ તપાસ હાથ ધરી છે.

જયારે દાહોદ જિલ્લામાં મારા મારીનો બીજો બનાવ ગત રોજ સવારના સાડા આઠેક વાગ્યાના સુમારે દાહોદ તાલુકાના ધામરડા ગામે બનવા પામ્યો હતો જેમાં ધામરડા ગામના નલવાયા કુટુંબના દશરથભાઇ નેવાભાઇ ,નયનાબેન દશરથભાઇ ,પીદીયાભાઇ  મડુભાઇ તથા પાંગળાભાઇ મડુભાઇ એ નેલસુર ગામની ચંચીબેન પરથીભાઇ રણછોડભાઇને ગાળો બોલી આજમીન અમારી છે તેમાંતારે ખેતીકામ તથા વાવેતર કરવું નહી તેમકહી એકદમ ઉશકેરાઇ જઇ દશરથભાઇએ તેના હાથમાની લોખંડની પાઇપ વિજયભાઇ રમેશભાઇ ને જમણી આંખપર મારી લોહીલુહાણ કરી ઇજા કરી નયનાબેને મધુબેન ને ગડદાપાટુનો માર મારી તેમજ પીદીયાભાઇ તથા પાંગળાભાઇ એ ચંચીબેન તથા રેખાબેનને ધક્કોમારી નીચેપાડી દઇ ઇજાઓ કરી હતી. આ સંબંધે ચંચીબેન પરથીભાઇ નળવાયાએ દાહોદ તાલુકા પોલિસ સ્ટેશને ફરીયાદ નોંધાવતાં પોલિસે આ સંદર્ભે ઇપીકો કલમ  મુજબ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *