આજથી રાહુલ ગાંધી ત્રિદિવસીય ગુજરાતની મુલાકાત,રેલીઓને સંબોધશે

ગાંધીનગર,આવતી કાલ થી જયારે કોંગ્રેસ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ૩ દિવસ દક્ષિણ ગુજરાત ના પ્રવાસે છે . ત્યારે સુરત જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ નું આયોજન કરાયું હતું . જોકે રાજ્ય ના કેબિનેટ મંત્રી ગણપત વસાવા એ રાહુલ ગાંધી ની મુલાકાત ને ભાજપ માટે લકી હોવાનું જણાવી શાબ્દિક પ્રહારો કર્યા હતા .
રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે આ વખતે કોંગ્રેસ પુરા જોર સોરથી પ્રચાર કાર્ય શરૂ કર્યું છે. ૧ નવેમ્બરથી રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવનાર છે. આદિવાસી વિસ્તારો સહિત સુરત જિલ્લામાં રેલી કરવાના છે. રાહુલ ગાંધીના આગમનના એક દિવસ પેહલા સુરત જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે. જે બાબતે સુરત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી અને આદિવાસી નેતા ગણાતા ગણપત વસાવાએ રાહુલ ગાંધીની મુલાકાતનો છેદ ઉડાવી શાબ્દિક પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધી જ્યાં જાય ત્યાં કોંગ્રસની હાર થતી હોવાથી રાહુલ ગાંધીની મુલાકાતને ભાજપ માટે ફળદાયી સાબિત થશે તેમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *