દાહોદ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ અને ચૂંટણી ખર્ચ અંગે ચૂંટણી સંલગ્ન અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

 

દાહોદઃ-વિધાન સભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૭ની જાહેરાત ભારતીય ચૂંટણીપંચ દ્રારા થતાં આચાર સંહિતાનાઅમલ તથા ચૂંટણી સંબંધી ચર્ચા-સમીક્ષા બેઠક જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીસભાખંડ ખાતે યોજાઇ હતી
બેઠકને સંબોધતા જિલ્લા ચૂંટણી અધિકારી  જે.રંજીથકુમારે જણાવ્યું હતું કે ચૂંટણી આચાર સંહિતાના અમલ માટે સંબંધિત ચૂંટણી અધિકારીઓએ ખાસ કાળજી રાખવી પડશે. સરકારી વેબસાઇટ ઉપરથી પ્રચારાત્મક વિગતો દૂર કરવી. સરકારી મકાનો કે કચેરીઓમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી, મંત્રી  સહિત અન્ય કોઇ મહાનુભાવોના ફોટોગ્રાફસ સાથેના કેલેન્ડર, ચિત્રો વિગેરે પ્રદર્શિત કરવા નહીં. ચૂંટણી અધિકારીઓ મંત્રી  મહાનુ’ભાવો સાથેની વિડીયો કોન્ફરન્સ દ્રારા સામૂહિક રીતે સરકારીની યોજનાના અમલ-પ્રગતિની સમીક્ષામાં ભાગ લઇ શકાશે નહીં. માનવ સર્જિત અગર કુદરતી આપત્તિના સમયે હાથ ધરવાની કામગીરી – અમલીકરણ માટે ચૂંટણીપંચની પરવાનગી મેળવી લેવાની રહેશે. વિવેકાધીન ગ્રાન્ટમાંથી હાથ ધરવાના કોઇપણ પ્રકારના નવા કામો અને યોજનાઓ હાથ ધરી શકાશે નહીં. હયાત યોજના, પરિ યોજનાઓ કાર્યક્રમોના અમલનો વિસ્તાર લંબાવી શકાશે નહીં કે વિચારી શકાશે નહીં. કાર્યાન્વિત કામો અને પ્રવૃત્તિઓ બાબત, આદર્શ આચાર સંહિતાના અમલ દરમ્યાન નવા કામો હાથ ધરવા બાબત, ટેન્ડરો બહાર પાડવા તથા તેના મુલ્યાંકન અને આખરી કરણ બાબત અંગે વિસ્તૃત ચર્ચા-સમીક્ષા સાથે સૂચનો કરવામાં આવ્યા હતાં. બદલી અને રજા પર પ્રતિબંધ બાબતે, યોજના લક્ષી, સરકાર લક્ષી, હોર્ડિંગ, બોર્ડ, બેનરો, દિવાલો પરના લખણો વગેરે દૂર કરાવી દેવા રાજકીય પક્ષો ઉમેદવારો દ્રારા ચૂંટણી પ્રચાર માટે જાહેર સભા યોજવા જાહેરાતો કરવા વગેરે ઉપર ખાસ નિગરાની રાખી તેનો હિસાબ-ખર્ચ નોડલ અધિકારી દેખરેખને જાણ કરવાની રહેશે. ચૂંટણી સાથે સંકળાયેલ ખર્ચ સંબંધી જાણકારી અને સૂચનો કરવામાં આવ્યા હતા. સરકારી વિશ્રામગૃહો વગેરેનો ઉપયોગ રાજકીય પ્રવૃતિ માટે ન
થાય તે માટેની કાળજી રાખવી વગેરે અંગે સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુજલકુમાર મયાત્રા, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમવીર સિંધે,
નિવાસી અધિક કલેકટર આર.એમ.ખાંટ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી વી.એન. ઉપાધ્યાયે તથાનાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પી.એમ. પ્રજાપતિએ ચૂંટણી લક્ષી, આચાર સંહિતા લક્ષી અને ખર્ચ લક્ષી જાણકારી આપતાં જરૂરી સૂચનો કર્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન નાયબ મામલતદાર  આર.વી.પરમારે કર્યું હતું. આ બેઠકમાં વિધાન સભા ચૂંટણીને સંલગ્ન જિલ્લાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *