દાહોદ ખાતે વિધાન સભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૭ અંતર્ગત રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઇ

દાહોદઃ ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્રારા ગુજરાત વિધાન સભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૭ યોજવાની તા. ૨૫/૧૦/૨૦૧૭ ના રોજ જાહેરાત કરવામાં આવી છે.
તદનુસાર દાહોદ જિલ્લાની ૬ વિધાન સભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી- ૨૦૧૭નું મતદાન તા. ૧૪/૧૨/૨૦૧૭ ના રોજ યોજાશે. મતગણતરી તા. ૧૪-૧૨- ૨૦૧૭ના રોજ યોજાશે.
આ ચૂંટણીમાં ઉમેદવારો અને રાજકીય પક્ષો સહિત સરકારી અર્ધ સરકારી અધિકારી/ કર્મચારીઓ માટે આદર્શ આચાર સંહિતાનો અમલ તા. ૨૫/૧૦/૨૦૧૭ ના રોજથી આવેલ છે. સદરહુ આચાર સંહિતાની કેટલીક બાબતોનો અમલ ઉમેદવારો/ સત્તાધારી પક્ષે કરવાનો રહેશે. તે અંગેની ચર્ચા-સમીક્ષા સૂચનો અંગેની બેઠક જિલ્લા ચૂંટણી અધિકારી .રંજીથકુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સરદાર સભાખંડ ખાતે યોજાઇ હતી. બેઠકને સંબોધતાં જિલ્લા ચૂંટણી અધિકારી  જે.રંજીથકુમારે જણાવ્યું હતું કે ચૂંટણી આચાર
સંહિતાનો અમલ શરૂ થતાં રાજકીય પક્ષોએ મંત્રીશ્રીઓએ સત્તાધારીઓ મતદારોને પ્રભાવિત થાય તેવા હેતુસર કોઇપણ રૂપમાં કોઇપણ જાતની નાંણાકીય ગ્રાન્ટ અથવા તેના વચનોની જાહેરાત કરી શકશે નહીં. વિવેકાધીન ફંડમાંથી ચૂકવણી મંજુર કરી શકશે નહીં. કોઇપણ જાતની પરિયોજના કે યોજનાના શિલારોપણ વિધિ, ઉદધાટન/લોકાર્પણ કરી શકશે નહીં. માર્ગો બાંધી આપવા, પીવાના પાણીની સગવડ કરી આપવા વગેરે અંગે કોઇ વચનો આપી શકશે નહીં. સરકારી સેવાઓ કે જાહેર સાહસો વિગેરેમાં કોઇપણ એડહોક નિમણૂકો આપી શકશે નહીં. રાહતો કે અન્ય નીવિવિષયક બાબતોની જાહેરાત કરી શકાશે નહીં. કેન્દ્ર કે રાજય સરકારના મંત્રીઓ તેમજ બોર્ડ, નિગમ, સ્થાનિક સ્વરાજયની સંસ્થાના પદાધિકારીઓ ચૂંટણીઓ જાહેર થયાની તારીખથી ચૂંટણીઓ પૂરી થતાં સુધી કોઇપણ વિધાનસભા મત વિભાગના કચેરી કામ અર્થે\ મુલાકાત લઇ શકશે નહીં.પ્રચાર કાર્ય માટે સરકારી વાહનનો ઉપયોગ કરી શકશે નહીં. ચૂંટણી સંબંધી પ્રવાસ દરમિયાન ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ/કર્મચારીઓ સાથે બેઠક યોજી શકાશે નહીં. વિશ્રામ ગૃહ, ડાક બંગલો અને સરકારી રહેણાંકનો ઉપયોગ કરી શકાશે નહીં. રાજય સરકારની નાંણાકીય સંસ્થાએ લોન માંડવાળ કરી શકાશે નહીં. રાજકીય સમાચારો/સિધ્ધીઓના પ્રચારમાં સરકારી નાંણા માધ્યમો માટે દુરૂપયોગ ન થાય તે જોવાનું રહેશે. ચૂંટણી સભાઓ યોજવા મેદાન અને હેલીપેડનો ઉપયોગ કરવામાં સત્તાધારી પક્ષ એક હથ્યું અધિકારો ભોગવશે નહીં. શૈક્ષણિક સંકુલોનો રાજકીય પ્રવૃત્તિ માટે ઉપયોગ થઇ શકે નહીં. જો ઉપયોગ કરવો હોવાનો શાળા કોલેજના સંચાલકોની સંમતિ અને સબડીવીઝન ઓફિસરની અગાઉથી મંજુરી લેવાની રહેશે. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પી.એમ.પ્રજાપતિએ રાજકીય પક્ષો અને ઉમેદવારોએ આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટેના જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુજલકુમારશ મયાત્રા, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમવીર સિંધ, નિવાસી અધિક કલેકટર આર.એમ.ખાંટ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક વી.એન.ઉપાધ્યાય, ભારતીય જનતા પક્ષના પ્રતિનિધિ દિપેશભાઇ લાલપુરીયા, એન.સી.પી.ના  દેવીસિંહ રોઝ, કોગ્રેસ પક્ષના પ્રતિનિધિ બચુભાઇ બારીયા તથા જિલ્લાના ચૂંટણી સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *