દાહોદ જિલ્લામાં ટુ વ્હીલરમાં GJ20AG, ફોર વ્હીલરમાં GJ20AHની નવી સીરીઝની શરૂઆત

દાહોદ જિલ્લામાં નવા વાહનમાં પસંદગીના નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકો જોગ 

દાહોદ- દાહોદ જિલ્લાની મોટરીંગ પબ્લીકને જણાવવામાં આવે છે કે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, દાહોદ ખાતે ટુ વ્હીલર GJ20AG,ફોર વ્હીલર GJ20AH અને ટ્રાન્સપોર્ટ
વ્હીકલ માટે GJ20X વાહનોના નવા રજીસ્ટ્રેશન માટે તા. ૨૫/૧૦/૨૦૧૭ થી 0001 થી 9999 સીરીઝ શરૂ કરવામાં આવનાર હોય જે વાહન માલીકો પોતાના નવા વાહનમાં પસંદગીના નંબર મેળવવા ઇચ્છતા હોય તેઓએ વાહનના જરૂરી દસ્તાવેજો સાથે રજૂ કરવાના રહેશે પસંદગીના નંબર માટે અરજી સાથે સીલબંધ કવર ઓફરની રકમના ફકત એક ડીમાન્ડ ડ્રાફટ બિડાણ કરવાનો રહેશે. ડીમાન્ડ ડ્રાફટ SBI તથા BOB ના રજૂ કરવાના રહેશે તેમજ કવર ઉપર વાહન નંબર દર્શાવવો નહી, વાહન ખરીદી કર્યાના બીલની તારીખ તથા વીમાની તારીખ જે વહેલી હશે તે દિવસથી ૩૦ દિવસની મુદત બહારની અરજી ગ્રાહય રાખવામાં આવશે નહિ જેની નોંધ લેવી. વધુમાં જણાવવાનું કે ગોલ્ડન તેમજ સીલ્વર સીરીઝમાં સ્પેશ્યલ નંબર લેનારને વાહન ખરીદીના ૬૦ દિવસની મુદૃત ગ્રાહય રાખવામાં આવશે એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *