દાહોદ જિલ્લા સંકલન સમિતની બેઠક યોજાઇ

દાહોદઃ  દાહોદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી જે રંજીથ કુમારના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સરદાર સભાખંડ ખાતે યોજાઇ હતી.
બેઠકમાં કલેક્ટર રંજીથકુમારે જે. જણાવ્યુ હતું કે જિલ્લાની નગરપાલિકા અને શહેરી વિસ્તારોમાં જ્યાં લોકો મજુરી કે રોજગારી અર્થે પોતાના ગામે કે નિવાસ સ્થાનેથી આવે છે. તે શ્રમિકો માટે રાજ્ય સરકાર દ્વારા અન્ન યોજના શરૂ કરેલ છે. તે ઝડપથી શરૂ કરવા, ઝાલોદ, લીમખેડા અને જેસાવાડા ખાતે સબ યાર્ડ શરુ કરવા, દરેક કચેરીઓમાં
દિવ્યાંગો માટે રેમ્પની વ્યવસ્થા કરવા, દરેક કચેરીમાં મહિલા આંતરિક ફરિયાદ સમિતની રચના કરવા અંગે સંબંધિત અધિકારીઓને સૂચનો કર્યાં હતા. આગામી વિધાન સભાની સામાન્ય ચૂંટણી માટે ફરજમાં આવતી કામગીરી માટે સજ્જ રહેવા સહિત નવા વર્ષના નૂતનવર્ષાભિનંદન પાઠવ્યા હતા.
નિવાસી અધિક કલેક્ટર આર.એમ.ખાંટે નિવૃત થનાર અને નિવૃત થયેલ બાકી પેન્શરોને ઝડપથી પેન્શન મળતું થઇ જાય તેવી સંવેદના સાથે કાર્યવાહી કરવા ખાસ સૂચન કર્યુ હતુ.
આ સાથે સંકલન સમિતિના ભાગ-૨ના મુદાઓની ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક  વી.એન.ઉપાધ્યાય, જિલ્લા આયોજન અધિકારી વી.સી.ગામિત તથા અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *