Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

દાહોદ જિલ્લામાં પ્લાસ્ટીક થેલીના વપરાશ પર ૧ લી નવેમ્બરથી પ્રતિબંધિત હુકમો ફરમાવાયા

 

દાહોદઃ પ્રર્વતમાન સમયમાં વિવિધ પ્રકારની રોજીંદા વપરાશની ચીજ વસ્તુઓ, ખાધ પદાર્થો વગેરે લાવવા લઇ જવા માટે પ્લાસ્ટીકની થેલીઓના બહોળો પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારની થેલીઓ જે પ્લાસ્ટીકમાંથી બનાવવામાં આવે છે. તેનું જૈવવિધટન થવામાં લાંબો સમય પસાર થતો હોવાથી પર્યાવરણ માટે ખૂબ જ હાનીકરક છે. પ્લાસ્ટીકની થેલીઓ બિન જવાબદારી પૂર્વક ગમે ત્યાં ફેકી દેવાના કારણે કચરો ફેલાય છે. જેના લીધે સ્વચ્છતા અને આરોગ્યને લગતા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ગટર, ડ્રેનેજ સીસ્ટમ, વરસાદીનાળા વગેરેમાં આવી થેલીઓ એકત્રિત થાય તો ગટરો, નાળામાં પાણીના પ્રવાહને અવરોધે છે. જેના કારણે ગટરો ઓવર ફલો થવાના અને વરસાદની ઋતુમાં પૂરની પરિસ્થિતી ઉપસ્થિત થવાના બનાવો બને છે. જેના કારણે રોગચાળો ફેલાવાનો પણ ભય રહે છે. પશુઓ દ્રારા આરોગવામાં આવતા ધાસચારા કે અન્ય પદાર્થો પ્લાસ્ટીકની થેલીઓ કે તેના ટુકડા પશુના શરીરમાં પ્રવેશે તો તેનો માટે પણ નુકશાનકારક અને કેટલીકવાર જીવલેણ પરિણમે છે. આ પ્રકારનું પ્લાસ્ટીક જમીનમાં જવાથી જમીનની ફળદ્રુપતા અને પાણી સંગ્રહની સ્થિતિ નબળી બને છે. ભારત સરકારના પ્લાસીસ્ટક વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ ૨૦૧૬ માં ૫૦ માઇક્રોનથી ઓછી જાડાઇ વાળા પ્લાસ્ટીકમાંથી બનાવવામાં આવેલ થેલીઓના વપરાશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. ગુજરાત સરકાર દ્રારા પણ ગુજરાત રાજયના શહેરો સ્વચ્છ બને તે માટે શહેરોને ઝીરો વેસ્ટ સીટી બનાવવા મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન શરૂ કરવામાં આવેલ છે. તાજેતરમાં ભારત સરકારના સ્માર્ટસીટી મિશનના ત્રીજા તબકકામાં દાહોદ શહેરને સ્માર્ટસીટી તરીકે વિકસાવવા પસંદગી કરવામાં આવેલ છે. જેને ધ્યાને લેતા દાહોદ શહેર તથા સમગ્ર જિલ્લો સ્વચ્છ રહે, પ્રદુષણ ફેલાતું અટકાવી શકાય અને લોકોનું આરોગ્ય જળવાઇ રહે તે માટે સઘન પ્રયત્નો કરવા આવશ્યક છે. જેના ભાગરૂપે સમગ્ર દાહોદ જિલ્લા વિસ્તારમાં પ્લાસ્ટીકની થેલીઓના ઉપયોગ વેચાણ અને સંગ્રહ ઉપર નિયંત્રણ મૂકવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ, દાહોદ રંજીથકુમાર જે. એ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ અમલવારી કરવા પ્રતિબંધિત હુકમો ફરમાવ્યા છે. તદનુસાર કપના ઉપયોગ પ્રતિબંધ હોવાથી સમગ્ર દાહોદ જિલ્લા વિસ્તારમાં આવેલ હોટેલ મુસાફરખાના ફળ તથા શાકભાજીની દુકાનો તથા લારીઓ, મટન માર્કેટ રેસ્ટોરન્ટ ભોજનલાય કરીયાણા તથા અન્ય કોઇપણ પ્રકારના માલ ચીજ વસ્તુઓનું રીટેલ તેમજ હોલસેલ વેચાણ કરતી દુકાનો સંસ્થાઓ સહકારી
મંડળીઓ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન તથા અન્ય જાહેર સ્થળોએ આવેલ તમામ પ્રકારની ૫૦ માઇક્રોનથી ઓછી જાડાઇની થેલીઓનો ઉપયોગ વેચાણ અને સંગ્રહ કરી શકાય નહી કે ગ્રાહકને તેમાં કોઇપણ પ્રકારની ચીજ વસ્તુ આપી શકાશે નહીં કોઇપણ વ્યકિત ખાધ પદાર્થ હોય તો તેવી કોઇપણ વસ્તુ કે પ્રવાહી ભરવા કે લાવવા લઇ જવા માટે કોઇપણ પ્રકારની પ્લાસ્ટીકની થેલીનો ઉપયોગ કરી શકાશે નહીં.

ગુટકા, તમાકુ પાન મસાલા વગરેના સંગ્રહ, પેકીંગ કે વેચાણ માટે પ્લાસ્ટીકના શીટ કે પ્લાસ્ટીકના એક કે વધુ પડ ધરાવતા પેકેટ્સનો ઉપયોગ કરી શકાશે નહીં. જાહેર સ્થળો જેવા કે બાગ – બગીચા, પર્યટન સ્થળો તેમજ કુદરતી સંશાધનો જેવા કે નદી, નાળા, વહેણ, તળાવ, નહેર, સરોવર, જેવા જળ સ્ત્રોતો અને જંગલો, વન્યપ્રાણી અભ્યારણ વગેરે જગ્યાઓએ પ્લાસ્ટીકની થેલીઓ સાથે પ્રવેશ કરી શકાશે નહીં કે ગમે ત્યા; નાખી શકાશે નહીં. શહેરી વિસ્તારોમાં નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં સંબંધિત ગ્રામ પંચાયતોએ તેમના વિસ્તારમાં
પ્લાસ્ટીકની થેલીઓના ઉપયોગ પર નિયંત્રણ માટે લોક જાગૃત્તિ લાવવા પ્રયત્નો કરવાના રહેશે. પ્રાન્ત અધિકારીશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, આરોગ્ય ચ્હાના કપનો સંગ્રહ, વેચાણ કે ઉપયોગ કરશે તો તે દંડને પાત્ર થશે અને આ પ્રકારનો અનઅધિકૃત જ્થ્થો જપ્ત  કરવામાં આવશે. આ જાહેરનામુ તા. ૧-૧૧- ૨૦૧૭ના રોજથી અમલમાં આવશે અને બે માસ સુધી અમલમાં રહેશે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય દંડ સંહિતાની કલમ- ૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *